તાપી જિલ્લા યુવા જોગ : યુવક-યુવતીઓ માટે આગામી ૨૯મી જાન્યુઆરીના રોજ ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે જિલ્લાકક્ષાના ભરતી મેળાનું આયોજન

0
job fair
Contact News Publisher

૧૫ જેટલી વિવિધક્ષેત્રની ખાનગી કંપનીઓમાં ૫૫૦ થી વધુ જગ્યાઓ ખાલી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૩: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર આગામી તા.૨૯/૦૧/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે થી વ્યારા ખાતે જિલ્લાકક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં જિલ્લા અને જિલ્લા બહારની ૧૫ જેટલી વિવિધક્ષેત્રની ખાનગી કંપનીઓમાં ૫૫૦ થી વધુ ખાલી રહેલ જગ્યા (નીચેના ચાર્ટ મુજબ) ભરવા માટે ઉપસ્થિત રહેનાર છે.

રોજગારવાંછુ ઉમેવારો પોતાના પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલો, બાયોડેટા અને પાસપોર્ટ સાઈઝના ફોટા બે થી વધુ સેટ સાથે કાર્યક્રમના સ્થળે / તારીખે અને સમયે હાજર રહેવા તાપી જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *