તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી..
તાપી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરશ્રીએ નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો સમય સર નિકાલ કરવા અંગે તથા સરકારી લેણાની બાકી વસુલાતમાં સબધિત વિભાગોને સમયસર પુર્ણ કરવા અને વધુમાં વધું પ્રયત્નો કરવા સુચના આપી સરકારી લોનની સમયસર ભરપાઈ ન કરતી મંડળી અને માણસો સામે કાર્યવાહી કરી તપાસ કરવા જણાવ્યું હતું.
સંકલનની બેઠકમાં આ સાથે નાગરિક અધિકાર,અધિકારી-કર્મચારીઓના નિવૃત્તિ પેન્શન કેસો,એ.જી.ઓડિટ પારા,સરકારી વસુલાત,ખાતાકિય તપાસ, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦