તાપી જિલ્લા આરટીઓ કચેરી દ્વારા તા.૧૫ જાન્યુ.થી તા.૧૪ ફેબ્રુ. દરમિયાન આયોજિત ‘રોડ સેફ્ટી મંથ-૨૦૨૪’ કાર્યક્રમનો શુભારંભ

Contact News Publisher

કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને આજના દિવસે ફૂલ આપી નિયમોનું ગાંધી ચીંધ્યા માર્ગે જ્ઞાન કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : તા.૧૬: તાપી પોલીસ વિભાગ અને તાપી જિલ્લા આર.ટી.ઓ વિભાગ દ્વારા સંયુક્તક્રમે માર્ગ સલામતી મહિનાની ઉજવણીનાં ભાગરૂપે સડક સુરક્ષા- જીવન રક્ષા અભિયાનનો કાર્યક્રમ જિલ્લાના વ્યારાથી પ્રારંભ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તાપી જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનાં હેતુથી આજથી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા તકેદારીના ભાગરૂપે ડ્રાઈવિંગ કરતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અકસ્માતથી થતા અકાળે મૃત્યુ અંગે મૃતક અને તેના પરિવારજનો પર પડતી આપદા અંગે ઉપસ્થિતોને અવગત કરાયા હતા, સાથે કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને આજના દિવસે ફૂલ આપી નિયમોનું ગાંધી ચીંધ્યા માર્ગે જ્ઞાન કરાવ્યું હતું.

જિલ્લા પોલીસ અધિકક્ષ રાહુલ પટેલે પ્રાસંગિ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વાહન લઇને નિકળવું રોજબરોજની જરૂરીયાત છે. પરંતું તેની સાથે માર્ગ સલામતીની તકેદારી રાખવી આપણી ફરજ છે. તેમણે કોઇનું જીવન બચાવવાથી ઉમદા કામ કોઇ નથી એમ ઉમેરી વાહન ચલાવતી વખતી પાળવાના નિયમો અંગે સૌને અવગત કર્યા હતા.

આ પ્રસંગે તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે જણાવ્યુ હતુ કે, માર્ગ સલામતી મહિનાની ઉજવણીના આજના પ્રોગ્રામમાં પોલીસ વિભાગ વહીવટી તંત્ર અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનો સરકાર સાથે ટ્રાફિકના નિયમોને લાગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચે અને લોકો માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થઈ પોતાનું ટુ-વ્હીલર અથવા તો ફોરવીલર એ જ્યારે ચલાવતા હોય ત્યારે હેલ્મેટ અને ફોરવીલરમાં સીટ બેલ્ટ બાંધે અને સાથે સાથે પોતાના બાળકોને જો એલિજિબલ નહીં હોય તો પોતાનું વાહન ચલાવવા નહીં આપે તથા જે લોકો પણ વાહન ચલાવે છે એ તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ ચોક્કસપણે મેળવી અને એના માટે તંત્ર દ્વારા પણ અનેક કાર્યક્રમો આ સલામતી મહિનામાં દરમિયાન અને રેગ્યુલર પણે પણ કરતા હોય છે અને યોજવામાં આવનાર છે એમ વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે એઆરટીઓ એસ.કે.ગામીત સહિત આરટીઓ અને પોલીસ વિભાગનો સ્ટાફ તથા વ્યારા નગરના યુવાનો બહોળી ઉપસ્થિત રહ્યા હતા.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other