એસપીરેશનલ બ્લોક કુકરમુંડા ખાતે“બેટી બચાઓ, બેટી પઢાવો” અંતર્ગત પોષણ, આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા બાબતે માર્ગદર્શન તાલીમ યોજાઇ
નવી જન્મેલ કુલ-૧૫ દિકરીઓને કુકરમુંડા તાલુકા પ્રમુખશ્રી અમરસિંહભાઇ પાડવીના હસ્તે દિકરી વધામણા કીટનું વિતરણ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧ એસપીરેશનલ તાલુકા કુકરમુંડા ખાતે મહીલા અને બાળ અધિકારીશ્રીઅને દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી ડો.મનિષા એ.મુલતાની નાં માર્ગદર્શન હેઠળ મહિલા બાળ અધિકારીની કચેરી અને સંકલિત બાળ વિકાસ યોજના તાપીના સંયુક્ત ઉપક્રમે કુકરમુંડાના ગ્રામ પંચાયત હોલ ખાતે ખાતે“બેટી બચાઓ, બેટી પઢાવો” અંતર્ગત શાળાએ ન જતી કિશોરીઓ માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા બાબતે માર્ગદર્શન તાલીમ યોજાઇ હતી.
આઇ.સી.ડી.એસ. શાખાના કુકરમુંડા અને ગંથાના સેજાની પુર્ણા સખી તરીકે નોંધાયેલ ૧૩૭ ‘શાળાએ ન જતી કિશોરીઓ’ સાથે ૦૬ મોડ્યુલ્સ અંગેની ગુણાત્મક તાલીમ તથા શાળાએ ન જતી કિશોરીઓની આંગણવાડી ખાતે આરોગ્ય અને સ્વાસ્થ્ય, ઉત્તમ પોષણ, કિશોરીઓનું કાનુની સંરક્ષણ અને અધિકારો, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક ચાલતી સરકારી યોજનાઓની જાણકારી અને નેતૃત્વ વિકાસ અંગેની ગુણાત્મક તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમરસિંહ પાડવી, મહીલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી ડો.મનિષા એ.મુલતાની, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અને સખી વન સ્ટોપ સેન્ટર તાપી અને આઇ.સી.ડી.એસ.ના ગંથા, રાયગઢ, મટાવલના મુખ્યસેવિકા બહેનો, આરોગ્ય વિભાગમાંથી વસાવે મહેમુદસિંગ હામીદસીંગ (CHO), વળવી પલ્લવી મોહનભાઇ (CHO) તથા આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.
કુકરમુંડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમરસિંહ પાડવી દ્વારા કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાંવ આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.મનિષા એ.મુલતાની દ્વારા ડ્રોપ આઉટ દિકરીઓને શિક્ષણનું મહ્ત્વ અને ઓપન સ્કુલ અને કોલેજોમાં કઇ રીતે પ્રવેશ મેળવે અને પરીક્ષા આપી શકાય, જાતીય સતામણી અને જાતીય સમાનતા અંગેની વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.આ ઉપરાંત એનેમીયા વિષયક, પુર્ણા શકિત અંતર્ગત અપાતા THR નું મહત્વ,માસિક સ્ત્રાવ સંબંધિત સ્વચ્છતા અંગે, રમત-ગમત કરી તેઓ સાથે સારી રીતે બોન્ડીંગ,મહિલાલક્ષી યોજના અને મહિલાઓને અપાતી સુરક્ષાઓ અંગેની વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.
આ માર્ગદર્શન તાલીમ દરમ્યાન મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા “ બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત નવી જન્મેલ કુલ-૧૫ દિકરીઓને કુકરમુંડા તાલુકા પ્રમુખશ્રી અમરસિંહભાઇ પાડવીના હસ્તે દિકરી વધામણા કીટનું અને કિશોરીઓને સેનેટરી પેડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કિશોરીઓનું વજન,ઊચાઇ અને હિમોગ્લોબીનની તપાસ અને કિશોરીઓના આયુષ્યમાન કાર્ડ કઢાવવાની પ્રકિયા કરવામાં આવેલ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
000000