સોનગઢ તથા ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગેસ રીફીંલીગ કરતા આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબશ્રીનાઓએ તાપી જીલ્લામાં એટીએસ ચાર્ટર મુજબનાં ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હતી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.જી.લીંબાચીયા, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ, એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ, પો.કો.વિપુલભાઇ રમણભાઇ,પો.કો. વિજયભાઇ બબાભાઈ, એસ.ઓ.જી. તાપી તથા વુ.પો.કો. અનિતાબેન રમણભાઇ સાથે સોનગઢ તથા ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇને ખાનગી રાહે મળેલ બાતમી આધારે આરોપીઓ (૧) સબ્બીર હારૂન મન્સુરી, રહેવાસી, સોનગઢ નદીકિનારે અકશાનગર તા.સોનગઢ જી,તાપીના કબ્જામાંથી (૧) એચ.પી ગેસ કંપનીનો ૧૯.૦ કિલોના બાટલા નંગ-૦૨ (૨) રીફીલીગ પાઇપ બ્લ્યુ કલરની મોટર મળી કુલ કિંમત રૂપીયા ૭૫૦૦/- (૨) આશાબેન તે નિમેષભાઇ વિઠ્ઠલભાઇ પટેલ રહે. નવાગામ બ્રાહ્મણ ફળીયા સોનગઢ તા.સોનગઢ જી.તાપીના કબ્જામાંથી (૧) એચ.પી ગેસ કંપનીનો ૧૪.૨ કિલોનો બાટલો તથા ગેસ રીફીલીગ કરવા માટેનો પાઇપ મળી મળી કુલ કિંમત રૂપીયા ૫૦૦૦/- તથા ઉચ્છલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી (૩) તેજમલ રામલાલ ગુર્જર, હાલ રહે.નવા આર.ટી.ઓ.ની પાસે પાંખરી ગામ, તા.ઉચ્છલ. જી.તાપી મુળ રહે.પાર્વતી કા ખેડા રુપપુરા તા.આસીંદ જી.ભીલવાડા (રાજસ્થાન)નાઓનાં કબ્જામાંથી (૧) એચ.પી ગેસ કંપનીનો ૧૪.૨ કિલોનો ભરેલો બાટલો તથા (૨) એચ.પી ગેસ કંપનીનો ૧૪.૨ કિલોનો ખાલી બાટલો તથા (૩) વગર નામનો ૫ કિલોનો ખાલી નાનો બાટલો તથા ગેસ રીફીલીગ કરવા માટેનો પાઇપ તથા વજન કાટો મળી મળી કુલ કિંમત રૂપીયા ૮૫૦૦/- મુદ્દામાલ સાથે સત્તાધિકારો પાસેથી લાયસન્સ મેળવ્યા વગર રાંઘણ ગેસ સિલીન્ડરો સરકારશ્રીના નિયંત્રણ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ આવશ્યક ચીજવસ્તુ રાંધણગેસના સિલીન્ડર મેળવી સંગ્રહ કરી સંગ્રહ કરેલ મોટા ગેસ સિલીન્ડરમાંથી નાના મોટા ગેસ સિલીન્ડરમાં રીફીલીંગ કરી ઉંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરી પોતાના આર્થિક ફાયદા સારૂ અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા તાપી જીલ્લા એસ.ઓ.જી. દ્વારા ઝડપી પાડવામાં મોટી સફળતા મળેલ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી :-
(૧)એ.એસ.આઇ અજયભાઇ દાદાભાઇ
(૨)એ.એસ.આઇ આનંદજી ચેમાભાઇ
(૩)અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ
(૪)આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ
(૫)આ.પો.કો. વિજયભાઇ બબાભાઇ
(૬) વુ.પો.કો. અનિતાબેન રમણભાઇ