સ્વ.શ્રી જગદીશભાઈ ચંદુલાલ શાહ (કાચવાલા)ની પુણ્યતિથિ નિમિત્તે તાડકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ઉત્તરાયણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વ.શ્રી જગદીશભાઈ ચંદુલાલ શાહ (કાચવાલા) ની પુણ્યતિથિ નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર, વ્યારા સંલગ્ન કાલીદાસ હોસ્પિટલ અને HMAI વ્યારા યુનિટ દ્રારા તાડકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ઉત્તરાયણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન મંગળવાર 9 જાન્યુઆરી 2024 ના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં ટ્રસ્ટી શ્રી કેયુરભાઈ શાહ , સ્કૂલના આચાર્ય કિરણભાઈ અને કોલેજના સ્ટાફ ડો. પંકજ લાઠીયા, ડો. અમિતરાઈ શાહ અને ડો. જ્યોતિ શુક્લા દ્રારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં ડો. પંકજ લાઠીયા દ્વારા મિલેટ્સ વિશે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિધાર્થીઓને લાડુ, ચીકી અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ શ્રી દક્ષેશભાઈ, HMAI વ્યારા યુનીટનાં પ્રમુખ ડો. ભાવિન મોદી અને શિબિર સમિતિના વડા ડૉ.વૈશાલી ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.