કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા પ્રાથમિક શાળાના વિધાર્થીઓને રાષ્ટ્રીય પક્ષી દિવસ વિષે માહિતગાર કરાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય પક્ષી દિવસની શરૂઆત બોર્ન ફ્રી યુએસએ (Born free USA) અને Avian Welfare Coalition દ્વારા ૨૦૦૨માં પહેલી વખત શરૂઆત કરવામાં આવેલ હતી. વિશ્વમાં વૈજ્ઞાનિક સંશોધન અનુસાર કુલ ૧૦,૦૦૦ જેવી પક્ષીઓની પ્રજાતિઓ છે. જેમાંથી ૧૨૦૦ જેટલી પ્રજાતિઓ વિલુપ્ત થવાના માર્ગે છે. જેના મુખ્ય કારણો વનવિનાશ, વધતી જનસંખ્યા, અનૈતિક વૃક્ષ તોડ, જળવાયુ પરિવર્તન, રેડિયેશન અને રોગો છે. પ્રાથમિક શાળામાં ભણતા વિધ્યાર્થીઓને આ બાબતે જાગૃત કરવા ખુબજ જરૂરી છે. જે લીધે આજના રોજ સેન્ટર ઓફ એકસલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા સિંગલખાંચ ગામના પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને રાષ્ટ્રીય પક્ષી દિવસનુ મહત્વ વિશે સમજાવવામાં આવ્યું. જેમાં પ્રાથમિક શાળાના ૧ થી ૫ ધોરણના કુલ ૨૫ જેટલા વિધ્યાર્થીઓ હાજર રહ્યા. તેમજ ચકલીધરનુ વિતરણ કરવામાં આવ્યું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other