તાપી જિલ્લો: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સમાપન કાર્યક્રમ
આજે તા.છઠ્ઠી જાન્યુઆરીના રોજ તાપી જિલ્લા અને વ્યારા તાલુકા કક્ષાની અંતિમ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ઉચામાળા ગામે યોજાશે*
–
વિકસિત ભારત સંકલ્ય યાત્રા સાથે જનમન અભિયાન અંતર્ગત જનજાગૃતિ કેમ્પ અને સેવાસેતુ કાર્યક્રમનો ત્રિવેણી સંગમ : કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભાર્થીઓને કરાશે લાભાન્વિત
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને તાપી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે ૩૬ દિવસ ચાલેલી આ વિકાસની યાત્રાનો આજે ૩૭મો અને અંતિમ દિવસ છે. જેનો સમાપન કાર્યક્રમ આજે તા.૦૬-૦૧-૨૦૨૪ના રોજ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામે યોજાશે.
આ સાથે તાપી જિલ્લામાં આદિમ જૂથના પરિવારોની ચાલી રહેલ સર્વેની કામગીરી અંતર્ગત જનજાગૃતિ કેમ્પ અને સેવાસેતુંના નવમા તબક્કાનું આયોજન પણ ઉંચામાળા પ્રાથમિક શાળા ખાતે સવારે ૦૯ ક્લાકે કરવામાં આવ્યું છે.
સેવાસેતું કાર્યક્રમ અંતર્ગત વ્યારા તાલુકામાં સમાવિષ્ટ કુલ-૩૫ ગામો જેમાં ચીખલી, વીરપુર, તાડકુવા, કાટગઢ, સરકુવા, ચાંપાવાડી, વાઘપાણી, કાટીસકુવાનજીક, સાદડવાણ, ઉંચામાળા, લોટરવા, ભાનાવાડી, લીમડદા, વડકુઈ, બેડકુવાદુર, કણજા, ખોડતળાવ, કાળાવ્યારા, ટીચકપુરા, પનીયારી, ખુશાલપુરા, માયપુર, કોહલી, કટાસવાણ, ચીખલવાવ, ઘાટા, કાટીસકુવાદુર, ઉમરકુવા, બોરખડી, વાંસકુઈ, ડુંગરગામ, બેડકુવાનજીક, રામપુરાનજીક, ઈન્દુ, કાનપુરાનો સમાવેશ થાય છે.
આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સહિત સેવાસેતુ અને જનમન અભિયાનમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરજનતાને ખાસ અનુરોધ કરાયો છે.
૦૦૦