વ્યારાના સાદડવણ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો વિતરણ કરાયા*
–
મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ તાપી જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી એકપણ નાગરીક વંચિત ન રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર તાપી જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે.
ત્યારે વ્યારા તાલુકાના સાદડવણ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહેંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી હર્ષભેર આવકારી લીધા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડે વિડિયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો. ઉપસ્થિત લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અન્વયે પોતાના અનુભવો રજૂ કર્યો હતા. આ પ્રસંગે, મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક વિતરણ કરાયા હતા. શાળાની બાળાઓએ પ્રાથના અને સ્વાગત ગીત રજુ કર્યું હતું. વિવિધ વિભાગોના યોજનાકિય સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના સંક્લ્પ લિધા હતા.
આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,ગામના અગ્રણીઓ,વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ, સરપંચશ્રી તથા શાળાના બાળકો, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000