તાપી જિલ્લામાં “લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)“ અંતર્ગત આગામી ૧૯મી જાન્યુઆરી સુધી આશા અને ફીલ્ડ લેવલ વોલેંટીયર (પુરુષ) દ્વારા ઘરે-ઘરે જઇ મોજણીની કામગીરી હાથ ધરાશે
કૂલ ૮૫૦ ટીમ દ્વારા પરિવારના બે વર્ષ થી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦3 ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત રાજયના ૨૨ જીલ્લાઓ ( આણંદ, ભાવનગર, ડાંગ, ગાંધિનગર, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, સુરેંન્દ્રનગર, રાજકોટ, ભરુચ, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ) ના ૧૪૧ તાલુકાઓમા “લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)“ ની કામગીરી ૦૧.૦૧.૨૦૨૪ થી ૧૯/૦૧/૨૦૨૪, દિન-૧૪(મમતા દિવસ અને જાહેર રજા સિવાય) દરમ્યાન આશા અને ફીલ્ડ લેવલ વોલેંટીયર(પુરુષ) દ્વારા ઘરે ઘરે મોજણી કામગીરીનુ આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગ રૂપે તાપી જિલ્લામાં પણ “લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)“ ની કામગીરી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૧૯/૦૧/૨૦૨૪ (મમતા દિવસ અને જાહેર રજા સિવાય) દિન-૧૪ દરમ્યાન આશા અને ફીલ્ડ લેવલ વોલેંટીયર (પુરુષ) દ્વારા ઘરે-ઘરે જઇ મોજણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે તાપી જિલ્લામાં કૂલ ૮૫૦ ટીમ દ્વારા પરિવારમાં બે વર્ષ થી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે.
આ કામગીરી દરમ્યાન ટીમ દ્વારા પ્રત્યેક ઘરની મુલાકાત લઇ રક્તપિત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરીક તપાસણી કરી રક્તપિતના શંકા જનક દર્દીઓને શોધી કાઢી, તબીબી અધિકારી દ્વારા નિદાન કરાવી તરત જ સારવાર શરુ કરવામાં આવશે. જેમા તમામને સાથ સહકાર આપવા તાપી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો છે.
૦૦૦૦૦૦૦