તાપી જિલ્લામાં સખી મંડળ વધુ આત્મ નિર્ભર થઈ આર્થિક પ્રવૃત્તિ કરી શકે તે માટે કુકરમુંડા બ્લોકમાં ક્રેડિટ કેમ્પ યોજાયો
કેશ ક્રેડીટ કેમ્પ અંતર્ગત કુલ ૧૫૨ સખી મંડળને કુલ ૨.૭૩ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ આજ રોજ તાપી જિલ્લાના એક્સપિરનેશનલ તાલુકા કુકરમુંડા ખાતે એન.આર.એલ.એમ અને લીડ બેંક દ્વારા સખી મંડળની બહેનો વધુ આત્મ નિર્ભર થઈ આર્થિક પ્રવૃત્તિ કરી શકે તેવા હેતુ થી કુકરમુંડા બ્લોકમાં ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં GLPC ગાંધીનગરના જનરલ મેનેજરશ્રી કલ્પેશ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહી SHG ને ચેક વિતરણ કરતા જણાવ્યું હતું કે તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકાને aspirationl તાલુકો જાહેર કરવામાં આવેલ છે અને અહીંના સખી મંડળ ની બહેનો ને કેશ ક્રેડીટ નો વધુ ને વધુ લાભ મળે તેવા હેતુ થી આ ક્રેડીટ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.વધુમાં જણાવ્યું હતું કે બહેનો આરસેટી દ્વારા પણ વિવિધ પ્રકાર ની તાલીમ લઈ આત્મ નિર્ભર થઈ શકે છે.
આ પ્રસંગે લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા એ જણાવ્યું હતું કે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાવાથી બહેનોને આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા કેશ ક્રેડીટ ઘણી ઉપયોગી બની રહે છે.વધુમાં માનનીય કલેકટરશ્રી અને ડીડીઓશ્રીના માર્ગદર્શન હેઠળ ક્રેડીટ કેમ્પ અંતર્ગત કુલ ૧૫૨ સખી મંડળ ને કુલ ૨.૭૩ કરોડ નું ધિરાણ આપવામાં આવેલ છે.
તાલુકા વિકાસ અધિકારીશ્રી પટેલે SHG ને જણાવેલ કે બહેનો પગભર બને તે માટે દરેક કાર્યમાં SHG ગ્રુપ ને પ્રાથમિકતા આપવામાં આવે છે એમ જણાવી તાલુકાની દરેક બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે GLPC ના જનરલ મેનેજર શ્રી કલ્પેશ ભટ્ટ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી, લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા,DLM શ્રી પંકજ પાટીદાર,દિનેશ દેવણનંદ મેનેજર બેંક ઓફ બરોડા, સુ. ડી.કો.બેન્ક ના મેનેજર અમરસિંહ તથા APM ઉમાબેન તથા ઘણી મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો એ હાજરી આપેલ હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તાલુકા લાઇવલી હૂડ મેનેજરે કરેલ હતું.
00000