વ્યારા નગરપાલિકા દ્વારા નવમાં તબક્કાનો “સેવાસેતુ”કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ થાય તેમજ આ યોજનાઓ માટેની જાણકારી દેશના તમામ નાગરીકો સુધી પહોંચે અને આ યોજનાઓનો લાભ મળે તે માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’” અંતર્ગત નવમાં તબક્કા નો “સેવાસેતુ”કાર્યક્રમ વ્યારા નગરપાલિકા ખાતે તા. ૦૨/૦૧/૨૦૨૪ મંગળવારનાં રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ અને ભુત બંગલા હનુમાન મંદિર, ભુત બંગલા ખાતે યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી : રીતેશભાઈ એચ. ઉપાધ્યાય, ઉપપ્રમુખ : શ્રીમતી નીલમબેન જી. શાહ, ચીફ ઓફીસરશ્રી : ધર્મેશ જે. ગોહેલ, દંડક : શ્રીમતી જમનાબેન બિરાડે, સાંસ્કૃતિક સમિતિનાં ચેરપર્સન : શ્રીમતી દ્રષ્ટિબેન અનમૌલા, સભ્યશ્રી : શ્રીમતી, સેજલબેન રાણા, શ્રીમતી રતિલાબેન ચૌધરી, શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી નિલાબેન પ્રજાપતિ, શ્રીમતી કિતાબેન ચૌધરી, શ્રી રાકેશભાઇ ચૌધરી, શ્રી કલ્પેશભાઇ ઢોડિયા, શ્રી દયારામભાઇ ભોઇ, વ્યારા શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઇ રાણા વ્યારા શહેર મહામંત્રી નિમેશભાઇ સરભણીયા તેમજ નગરપાલિકા સભ્યોશ્રીઓ, કર્મચારીશ્રીઓ,નગરના અગ્રણીઓ, નગરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતાં. જેમાં સૌ નગરજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ, દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લેવામાં આવેલ.
કે.કે. કદમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ, “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત જે લાભાર્થીઓને લાભ મળેલ તેમણે પોતાના પ્રતિભાવ રજુ કરવામાં આવેલ, કબ્બડી, ખોખો અને કરાટેમાં રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ અને લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતાં ત્યારબાદ “વિકસીત ભારત સંકલ્પ યાત્રા”નો રથ વોર્ડ નંબર : ૧ થી ૭ માં રથને પ્રસ્થાન કરવામાં આવેલ.