વિકસિત ભારત સંકલ્પ યાત્રા વ્યારાના ચીખલવાવ ગામે પહોંચી
વિકસિત ભારત સંકલ્પ યાત્રારથ વ્યારાના ચીખલવાવ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત
મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સાથે ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
આ યાત્રા દરમિયાન વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી ઝુબાની”ની થીમ હેઠળ પોતાના અનુભવો જણાવી ઉપસ્થિત અન્ય ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે,જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ,સરપંચશ્રી,ગામના તલાટી-કમ-મંત્રીશ્રી,અન્ય વિભાગના અધિકારીઓ સહિત, શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000