નિઝરના રાયગઢ ખાતે “કોમ્યુનિટી ઈવેન્ટ્સ અને” T3 કેમ્પ-૨૦૨૩ યોજાયો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૦૧ તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ પીએચસી રાયગઢ ખાતે ICDS, નિઝર અને ન્યુટ્રીશન ઈન્ટરનેશનલ દ્વારા કોમ્યુનિટી ઈવેન્ટ્સ અને T3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ૧૫૫ કિશોરીઓ, ૨૨ AWW અને ૧૮ આશાવર્કરો હાજર રહ્યા હતા.
ન્યુટ્રિશન ઈન્ટરનેશનલ ડિવિઝનલ કોઓર્ડિનેટરશ્રી પરેશ ઓડે એનિમિયા, એનિમિયાના ચિહ્નો અને લક્ષણો, IFA ના સેવનના ફાયદા અને એનિમિયામાંથી કેવી રીતે બહાર આવવું અને સંતુલિત આહાર અંગે વિશે વિગતે ચર્ચા કરી હતી..
એડોલસેન્ટ હેલ્થ કાઉન્સેલર સુશ્રી વૈભવીબેન ચૌધરીએ એડોલસેન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિકની સેવાઓ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સીડીપીઓ શ્રીમતી ઉન્નતિબેન ચૌધરીએ પાર્ટિસિપન્ટ્સને ફૂડ હેબિટ્સ અને જંક ફૂડમાંથી બેલેન્સ ફૂડમાં કેવી રીતે બદલવું તે વિશે જાણકારી પુરી પાડી હતી.
આ સાથે ૪૮ જેટલી કિશોરીઓને IFA ના ઉપચારાત્મક ડોઝ આપ્યા હતા. આ આ કેમ્પમાં મેડીકલ ઓફિસર ડો.પ્રતિજ્ઞાબેન અને એમ.પી.એચ.એસ રસીકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
0000