વઘઇના કાંચનપાડા ગામની બે મહિલાઓ પર જંગલી ભૂંડનો હૂમલો એકનું મોત અન્ય એક મહિલા સારવાર હેઠળ
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : તા:૦૩, પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ ના વઘઇ તાલુકામાં આવેલ કાંચનપાડા ગામ ની બે મહિલાઓ આજે સવારે ૦૮ ના સુમારે બળતણ ના લાકડા ની શોધખોળ માટે ગામ નજીક ની સીમ માં આવેલા જંગલ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો અને જંગલ વિસ્તારમાં બળતણ ના લાકડા ની શોધખોડ કરી રહી તે વેળા એ જંગલ માંથી કદાવર જંગલી ભૂંડ ધસી આવી ને બળતણ ના લાકડા વિણતી મહિલા ઓ પર અચાનક હુમલો કરી દેતા બન્ને મહિલાઓ ગંભીર રીતે ધાયલ થઈ જવા પામી હતી જયારે આ ધટના બનાવ અંગેની જાણ ગ્રામજનો ને થતા તાત્કાલિક ધોરણે ગ્રામ જનો ધટના સ્થળે પહોંચ્યા ને જોતા બન્ને મહિલાઓ લોહી લુહાણ હાલત માં મળી આવી હતી જે ગંભીર રીતે ધવાયેલ બન્ને મહિલાઓ ને ૧૦૮ મારફતે નજીકી શામગહાન સી.એચ.સી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે જંગલી ભુંડ ના હુમલાથી ગંભીર રીતે ધવાયેલ મંજુલાબેન ચૌધરી ને મૃત જાહેર કર્યા હતાં જયારે અન્ય સાથી મહિલા કમળીબેન બાગુલ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે આ ધટના બનાવ અંગે ની ફરીયાદ સાપુતારા પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે