સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા તારીખ 26/12/2023 ના રોજ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી, નવી દિલ્હીના નિર્દેશ હેઠળ નશા મુક્ત ભારત અભિયાન હેઠળ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને પ્રમાણપત્રો અને વિજેતા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. તમામ સ્પર્ધકોને સહભાગીતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ એક્ટિવિટી કમિટી દ્વારા ઇવેન્ટનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
નીચે મુજબના વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાઃ
(1) પાટીલ હર્ષદા અશોકભાઈ – પ્રથમ વર્ષ BHMS (જુનિયર)
(2) પાગદાર પરિતા નિલેશભાઈ- પ્રથમ વર્ષ BHMS (જુનિયર)