સોનગઢ તાલુકાના સાદડુન ગામે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
તાપી જિલ્લાના છેવાડે પહોચી ‘મોદીજીની ગેરંટી વાડી ગાડી’
–
કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ સંબોધનનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો
–
યાત્રાના માધ્યમ થકી દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીને લાભ મળે તે માટે સરકારશ્રી સહિત જિલ્લા વહિવટી તંત્ર કટીબધ્ધ છે. -ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.27: બાહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાનો એકપણ નાગરિક કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેયમંત્ર સાથે તાપી જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ આજે તાપી જિલ્લાના છેવાડા સુધી પહોચી રહી છે.
આજે સોનગઢ તાલુકાના સાદડુન ગામે આ યાત્રા આવી પહોંચતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ સંબોધનનો લાઇવ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. આ સાથે કુલ ૨૨ જેટલી યોજનાઓની માહિતી નાગરિકોને સ્ટોલ્સ, પ્રદર્શની,રથ થકી પુરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે સ્થાનિક બોલીમાં પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આ યાત્રાના માધ્યમ થકી 17 જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે. દરેક વિભાગના સરકારી કર્મચારી-અધિકારીઓ આપણા ઘર આંગણે આવ્યા છે અને દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીને લાભ મળે તે માટે સરકારશ્રી સહિત જિલ્લા વહિવટી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે આપણે પોતે પણ જાગૃત બનીએ એમ ઉમેરી અંતે તેમણે વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. ગામની બહેનો દ્વારા આદિવાસી નૃત્ય રજુ કરવામાં આવ્યુ હતુ. સાદડુન ગામના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. આ સાથે ‘ધરતી કહે પુકાર કે’ નુક્કડ નાટક પણ બાળકો દ્વારા રજુ કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ તરીકે રોકડ રૂપિયા આપી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો.
મેરી કહાની મેરી ઝુબાની થીમ હેઠળ સરકારશ્રીની વિવિધ યોજનાના લાભોથી પ્રભાવિત લાભાર્થીઓએ પોતાની સફળતાની કહાની રજુ કરી હતી. વિવિધ યોજનાકિય લાભોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સોનગઢ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જુદા જુદા ગામના સરપંચશ્રી, મદદનીશ ખેતી નિયામક, સહિત જિલ્લા-તાલુકા અને સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
00000