તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાના આમલગુંડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉમળકાભેર સ્વાગત કરાયું

Contact News Publisher

વિકસિત ભારત સંકલ્પ યાત્રા:સોનગઢ તાલુકો

વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ લેતા આમલગુંડીના ગ્રામજનો

ધારાસભ્યશ્રી ડૉ જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિ

(પ્રતિનિધિ  દ્વારા, વ્યારા) :  તા.૨૫: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

જે અનવ્યે આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલગુંડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ ”મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ,વિધવા સહાય વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક સંદે શાની વિડિયો ક્લીપ નિહાળી હતી. ધારાસભ્યશ્રી સહિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપતા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.અંતે સૌએ ડ્રોન નિદર્શન પણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આસપાસના ગામોમાંથી પધારેલા અગ્રણીશ્રીઓ,અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, સરપંચશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other