વિકસિત ભારત સંકલ્પ યાત્રા લોટરવા ગામે પહોંચી
સંકલ્પ રથનુ ઉષ્માભેર સ્વાગત કરતા ગ્રામજનો
–
યોજનાકિય લાભ લઈને ભારતને વિકસિત બનાવવા ગ્રામજનો સામૂહિક શપથ લીધી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વ્યારા તાલુકાના લોટરવાગામે પહોંચતા ગ્રામજનોએ સંકલ્પ રથ નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી લોક કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રામજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમજ ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ વિશે માહિતગાર કરીને વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓએ યોજનાના લાભ થકી જીવનમાં આવેલ બદલાવો અંગે પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.
આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦