આદિવાસીના સાચા મસિહા તરીકે હું તમારી પળખે ઉભો છું કોઇ આદિવાસીને અન્યાય ન થવા દઉ -આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

Contact News Publisher

સોનગઢ તાલુકાના કિકાકુઇ ગામે પહોચી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”

કિકાકુઇ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતીમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત

વિકસિત કિકાકુઇ બનાવવા સૌ સાથે મળી સક્રિય પ્રયાસો હાથ ધરવા અનુરોધ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સફળ મહિલાઓ, તેજસ્વી તરલાઓ અને રમત વીરોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા

ગ્રામજનોએ રથના માધ્મથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.21: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્યકક્ષાએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ સોનગઢ તાલુકામાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, પ્રાયોજન વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયા સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કિકાકુઇ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમમાં યાત્રાના રથનું આગમન થતાં જ ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, મોદી સાહેબની ગેરંટી વાડી ગાડી આજે કિકાકુઇ ગામે આવી છે. આ ગાડી સાથે જિલ્લા તંત્રની આખી ટીમ તમારા આંગણે લાભો આપવા આવી છે. ત્યારે આ યાત્રાના માધ્યમથી જાગૃત બની વિવિધ યોજનાનો લાભ લેવા મંત્રીશ્રીએ ગ્રાનજનોને અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં આદિવાસી સમુદાયની સાચી કદર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે. એમ જણાવી વ્યારા સુગરને 30 કરોડની માતબાર રકમ ફાળવી છે. જેના થકી તાપી જિલ્લાના ખેડૂતોનો વિકાસ થયો છે એમ ઉમેર્યૂ હતું. આપણો દેશ ૨૦૪૭ સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. રોજગાર આપાવવામાં ગુજરાત રાજ્ય દેશમાં નંબર વન છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સફળ નેતૃત્વની સરાહના કરી હતી.

આ સાથે મંત્રીશ્રીએ છાણીયું ખાતરનો ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. અંતે તેમણે આદિવાસીના સાચા મસિહા તરીકે હુ તમારી પળખે ઉભો છું કોઇ આદિવાસીને અન્યાય ન થવા દઉ એમ જણાવી વિકસિત કિકાકુઇ બનાવવા આપણે સૌ સાથે મળી સક્રિય પ્રયાસો હાથ ધરીએ એમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીને શોધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓમાં ૧૦૦ ટકા સિધ્ધિ મળે તેવા શુભ આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા આપણને પ્રેરણા આપે છે કે, આપણે પોતે જાગૃત લાભાર્થી તરીકે યાત્રાનો લાભ લઇએ અને વિકસિત ભારતની હરોળમાં આપણો દેશ ઉભો રહી શકે તે માટે અન્યને લાભ લેવા જાગૃત કરીએ. અંતે તેમણે વિકસિત તાપી બનાવવાની સાથે વિકસિત ભારતની વિભાવનાને ચરિતાર્થ કરીએ એમ સૌને અનુરોધ કર્યો હતો.

પુર્વ મંત્રીશ્રી કાંતીભાઇ ગામીતે સ્થાનિક બોલીમાં પ્રાસંગિક ઉદ્બોધન થકી સરકારશ્રીની વિવિધ જનઉપયોગી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સફળ મહિલાઓ અને તેજસ્વી તરલાઓ અને રમત વીરોને મંત્રીશ્રીના હસ્તે શાલ ઓઢાડિ સન્માનિત કરાયા હતા.

ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ ટીબી ચેમ્પીયન, આયુષ્માન ભારત યોજના, મિશન મંગલમ યોજના, પીએમ કિશાન સન્માન નિધિ યોજના, પોષણ અભિયાન અંતર્ગત પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં કિકાકુઇ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, તથા ગામના યુવક મંડળ દ્વારા આદિવાસી નૃત્ય, સખી મંડળની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે નાટક’ રજુ કરાયું હતું. આંગણવાડીના ભુલકાઓ દ્વારા મનમોહક નૃત્ય રજુ થતા ઉપસ્થિત સૌ બાળકલાકારોની પ્રતિભાથી રોમાંચિત થયા હતા. મંત્રીશ્રીએ બાળકોનું મનોબળ વધારવા રોકડ રકમ અર્પણ કરી હતી.

ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ડ્રોન નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સૌએ ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં માજી મંત્રીશ્રી કાંતીભાઇ ગામીત, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સહિત વિવિધ અધિકારીશ્રીઓ-પદાધિકારીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, અગ્રણીશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other