મેરી કહાની મેરી ઝુબાની દ્વારા શ્રીમતિ અરુણાબેન સુરેશ ભાઈ કોંકણીએ ઉજ્જવલા યોજનાનો લાભ મળવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો

0
IMG-20231220-WA0011
Contact News Publisher

વિકસિત ભારત સંકલ્પ યાત્રા -ડોલવણ તાલુકો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ સરકારશ્રીનો આભાર વ્યકત કરતા અરુણાબેન સુરેશભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે, હું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના રાયગઢ ગામની રહેવાસી છું.હું મારાં પરિવાર સાથે રહું છું. અને હું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની લાભાર્થી છું.સરકારશ્રી તરફથી ઉજ્વલા યોજનાનો લાભ મળવાથી મને ખુબ જ ફાયદો થયો છે.

પહેલા હું ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી જેમાં મારો ઘણો સમય નીકળી જતો હતો.બળતણના લાકડા ભેગા કરવા પડતા, ધુમાડાનો સામનો કરવો પડતો, સ્વાસ્થયલક્ષી તકલીફો વેઠવી પડતી હતી. પરંતુ ઉજ્જવલા યોજના દ્વારા મને ચૂલો અને ગેસ સિલેન્ડર મળ્યો ત્યારથી આ બધીજ તકલીફો માંથી મને મુક્તિ મળી છે. મારો ઘણો સમય બચી જાય છે. મારાં સ્વાસ્થ્યમાં પણ સુધારો આવ્યો છે.હું મારાં પરિવાર સાથે ખુશહાલ જીવન જીવું છું.સરકારશ્રીની આ સુંદર યોજના બદલ હું મોદી સાહેબ અને રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર માનું છે.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *