તાપી જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે નવી સિરિઝની ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : -તાપી.તા.૧૪: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પસંદગી તેમજ અન્ય જનરલ નંબરની ફાળવણી માટે ઓનલાઈન RE-AUCTION શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ટુ-વ્હીલર માટે GJ-26- AA,AD,R,Q,S,AC,AF અને ફોર-વ્હીલર માટે GJ-26-AB,AE, તેમજ ટ્રાન્સપોર્ટ વ્હિકલ્સ માટે GJ-T અને GJ -26-U સિરિઝનુ RE-AUCTION શરુ કરવામાં આવનાર છે.

જેમાં ભાગ લેવા ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે છે. જેમાં તા. ૨૪.૧૨.૨૦૨૩ ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યેથી તા.૨૬.૧૨.૨૦૨૩ રોજ સાંજે ૩:૫૯ વાગ્યાં સુધી RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન તથા એપ્લિકેશન કરવાની રહેશે. તા.૨૬.૧૨.૨૦૨૩ રોજ સાંજે ૪:૦૦ વાગ્યેથી ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે. તથા તા.૨૮.૧૨.૨૦૨૩ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધી ફોર્મ આર.ટી.ઓ કચેરી વ્યારા ખાતે જમા કરવાના રહેશે.
અરજદારો ફેન્સી નંબર મેળવવા ઈચ્છતા હોય તો ઉપર દર્શાવેલ વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન ભરવાનું રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ તે વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે.
ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી base price ચૂકવવાની રહેશે.ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક ઓક્શન પ્રક્રિયા રહેશે એટલે કે, અરજદારને હરાજી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતો-વખત હરાજીની રકમમાં વધારો કરવાનો રહેશે. આ ઉમેરો ૧૦૦૦ના ગુણાંકમાં રહેશે.હરાજી પૂર્ણ થયેથી બિડીંગમાં વધારેલ હરાજીની રકમની ઓનલાઇન ચુકવણી દિન-૫માં કરવાની રહેશે.જો આ નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો, તો મૂળ રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે.એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other