તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અને વિવિધ યોજનાકિય બાબતો અંગે ગ્રામજનોને જાગૃત કરાયા

વન નેશન વન રેશન, માય રેશન મોબાઇલ એપ્લીકેશન, ફોર્ટીફાઇડ ચોખા, ડબલ ફોર્ટીફાઇડ મીઠાના વપરાશ તથા ફાયદા વિશે વિગતવાર જાણકારી અપાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૧૨: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ઝારખંડથી રાષ્ટ્રવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સંકલ્પ યાત્રાનો મુખ્ય આશય કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વંચિત લાભાર્થીઓને ઘર આંગણે હાથો હાથ પહોંચાડીને સો ટકા લક્ષ્યાંક સુધી પહોંચાડવાનો ધ્યેય છે. ત્યારે તાપી જિલ્લામાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન યોજનાકિય માહિતી ગ્રામજનો સમક્ષ રજુ કરી સૌને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અંગે અવગત કરાયા હતા.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ઉપસ્થિત ગ્રામજનોને વિવિધ યોજનાકિય બાબતો અંગે જાગૃત કરાયા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તરફથી મદદનીશ નિયામકશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી- તાપી, મામલતદારશ્રી વ્યારા, ગ્રામ્ય તકેદારી સમિતી, તાલુકા પુરવઠા સલાહકાર સમિતી, દુકાનદાર, યોજનાના લાભાર્થી નાગરીકો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિઓ તથા અગ્રણી નાગરિકો મળીને અંદાજીત ૨૦૦ થી વધુ લોકો જોડાયા હતા.

તેમજ સ્થાનિક લોકબોલીમાં લોકોને જાણકારી મળે તે મુજબ પ્રચાર- પ્રસાર કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજર રહેલ ગ્રામજનોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મળતી સહાય વિશે સમજુતી આપવામાં આવી હતી.

રાજય સરકાર દ્ગારા મળતી તમામ સહાય વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં “વન નેશન વન રેશન” યોજનાની અમલવારી વિશે, માય રેશન મોબાઇલ એપ્લીકેશન વિશે, ફોર્ટીફાઇડ ચોખા અને ડબલ ફોર્ટીફાઇડ મીઠાના વપરાશ તથા તેના ફાયદા વિશે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ કનેકશન સહાય આપવામાં આવી તેમજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ -૨૦૧૩ અનવ્યે જાહેર વિતરણ વ્યવ્સ્થાની પારદર્શિતા અને યોગ્ય કામગીરી માટે રાજ્ય સરકારે તકેદારી સમિતિની રચના વિશે સમજુતી આપવામાં આવી હતી.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *