સુર્ય નમસ્કાર સ્પર્ધાના સુચારુ આયોજન અર્થે તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

Contact News Publisher

વધુમાં વધુ લોકો સુર્ય નમસ્કાર સ્પર્ધામાં જોડાય તે પ્રકારનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને સુચન

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લા કક્ષા,તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાશે

સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ ભાગ લેવા માટે https://snc.gsyb.in ઉપર રજિસ્ટેશન કરવાનું રહશે

રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇઓ અને બહેનોને રૂા. ૨,૫૦,૦૦૦, દ્વિતીયને રૂા.૧,૭૫,૦૦૦ અને તૃતિય વિજેતાને રૂા. ૧ લાખ રોકડ પુરષ્કાર અપાશે : તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ અપાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૧૨ રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા કક્ષા,તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના આયોજનના ભાગ રૂપે તાપી જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સુર્ય નમસ્કાર સ્પર્ધાના સુચારુ આયોજન અર્થે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી જેમાં, કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાંથી વધુમાં વધુ લોકો સુર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લે તે પ્રકારનું આયોજન કરવાનું રહશે. વધુમાં જણાવ્યું હતું કે શાળા, કોલેજો, યોગા બોર્ડ,સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ સપર્ધામાં ભાગ લે તે માટેના સુચનો કર્યા હતા.

સ્પર્ધામાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. આગામી તા.૧૯ ડિસેમ્બરના રોજ શાળા કક્ષાએ, તા.૨૩મીએ તાલુકા અને નગરપાલિકાકક્ષાએ તથા તા.૨૬મીએ જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. જયારે તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ રાજયકક્ષાએ સ્પર્ધા યોજાશે.

સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા/નગરપાલિકા/ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનોને રૂા. ૨૧,૦૦૦/-દ્વિતિય ભાઇ અને બહેનોને રૂા.૧૫,૦૦૦/-અને તૃતિય ભાઇ અને બહેનોને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.

રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનોને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્વિતીય ભાઇ અને બહેનોને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનોને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.તથા વિજેતાઓને આપવાની થતી રોકડ રકમ ચેક સ્વરૂપે ડીબીટીના માધ્યમથી તેઓના ખાતામાં જમાં કરવામાં આવશે. જ્યારે જિલ્લા કક્ષાના આગામી તા.૨૬.૧૨.૨૦૨૩ની સ્પર્ધા આર્ટ્સ & કોમર્સ કોલેજ વ્યારા ખાતે યોજાશે

બેઠકમાં જિલ્લા વ્યારા પ્રાંત અધિકારી સાગર મોવલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકરી સંદિપ ગાયકવાડ,જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત સહિત સંબધિત વિભાગના અધિકારીઓ કર્માચારીઓ તથા યોગ બોર્ડના જિલ્લા-તાલુકા કોઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યા હતા.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other