COVID-19 મહામારીને પગલે તાપી જિલ્લામાં 12 શેલ્ટર હોમ શરૂ કરાયા : 307 વ્યક્તિઓને અપાયો આશરો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા; ૨; COVID-19 મહામારીને પગલે તાપી જિલ્લામાં માઈગ્રેટ થઈને આવેલા વ્યક્તિઓ માટે, 12 શેલ્ટર હોમ શરૂ કરવામાં આવ્યા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, તાપી જિલ્લામાં માઈગ્રેટ થઈને આવેલા કુલ 307 વ્યક્તિઓ માટે 12 જેટલા શેલ્ટર હોમ, કલેક્ટર શ્રી આર.જે. હાલાણીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયા છે. જેમાં વ્યારા તાલુકામાં 2, ડોલવણમાં
1, વાલોડમાં 2, સોનગઢમાં 2, ઉચ્છલમાં 1, નિઝરમાં 2, અને કુકરમુંડા તાલુકામાં 2 શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમ પૈકી વ્યારા તાલુકામાં-75, વાલોડમાં-78, સોનગઢમાં-119, નિઝરમાં-35 એમ કુલ-307 વ્યક્તિઓને શેલ્ટર હોમમાં રાખવામા આવ્યા
છે. આ તમામ સ્થળોએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અહી રાખવામા આવેલા તમામ લોકોની દિવસમાં બે વાર તાલુકાની હેલ્થ ટિમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સોનગઢ તાલુકાના શેલ્ટર હોમ ખાતે 1 બાળકને તાવના લક્ષણો જણાતા, તેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવેલ છે.
–