વ્યારા તાલુકાના ધાટ ગામે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતીમાં ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૮ કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે, તમામ લાભાર્થી અને નાગરિકો સુધી યોજનાઓને પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવાના લક્ષ્યાંક સાથે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરાયું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઠેર ઠેર ફરી રહી છે.
ગામે ગામ ફરી રહેલી ભારત સંકલ્પ યાત્રા આજે વ્યારા તાલુકાના ધાટ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવાની સાથે ગ્રામજનોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓના લાભ અપાયા હતા. આ અવસરે શાળાના વિદ્યાર્થિઓ દ્વારા સુંદર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.મેરી કહાની મેરી,ઝુબાની થીમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયેલ લાભાર્થીઓ દ્વારા સાફલ્યા ગાથાઓ રજુ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ જણાવ્યું હતુ કે,” ભારત સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. ભારત સરકાર દ્વારા છેવાડાનાં માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આપણે સૌએ તેનો પુરેપુરો લાભ લેવો જોઇએ.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ જેવી સરકારી કલ્યાણકારી યોજનઓના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં પદાધિકારીઓ,અધિકારીઓ, ગામનાં સરપંચશ્રીઓ, આગેવાનો, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000