તાપી જિલ્લાના ૧ લાખ ૧૫ હજાર ૭૮૫ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ માસના અનાજનો જથ્થો વિનામૂલ્યે અપાશે

Contact News Publisher

તા. ૧ થી ૩ એપ્રિલ સુધી ૫ લાખ ૩૮ હજાર ૬૫૭ લોકોને આ અનાજનો લાભ મળશે 

અન્નબ્રહ્મ યોજનાના લાભાર્થીઓને તા.૪ થી ૬ એપ્રિલ દરમિયાન “ફૂડ બાસ્કેટ”નું વિતરણ કરાશે 

હોમ કોરોન્ટાઇનમાં રહેલા લાભાર્થીઓને સસ્તા અનાજની દુકાનો દ્વારા ઘર બેઠા પુરવઠો પહોંચાડાશે 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨: સંવેદનશીલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિ વચ્ચે, NFSA રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવાના લેવાયેલા નિર્ણય મુજબ, તાપી જિલ્લામાં પણ ૧,૧૫,૭૮૫ રેશનકાર્ડ ધારકોને માહે એપ્રિલ માસના અનાજનો જથ્થો વિતરણ શરૂ કરાયું છે.

જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર તાપી જિલ્લામાં કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ ૧,૭૩,૦૬૨ રેશનકાર્ડ ધારકો પૈકી ૧,૧૫,૭૮૫ NFSA હેઠળના રેશનકાર્ડ (જનસંખ્યા ૫,૩૮,૬૫૭) ધારકોને માહે એપ્રિલ ૨૦૨૦ માસનો જાહેર વિતરણ વ્યવસ્થાનો જથ્થો વિનામૂલ્યે આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

જે મુજબ લાભાર્થીઓને આગોતરા ટોકન આ૫વા, કે ફળીયા દીઠ વિતરણ કરવાનું આયોજન કરી, વાજબી ભાવની દુકાન ખાતે ગીર્દી ન થાય, અને સોશીયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે માટે એક એક મીટરના અંતરે સર્કલ બનાવી તે મુજબ ગ્રાહકોને અનાજનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૦૧/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૪/૨૦૨૦ સુધીમાં ઓફલાઇન પઘ્ઘતિથી NFSA કાર્ડધારકોને વિતરણ કરવા, અને આ વેળા બાયોમેટ્રીકનો ”આગ્રહ” નહિ રાખવા પણ સંબંધીતોને સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત અન્નબ્રહ્મ યોજનાના લાભાર્થીઓને તા.૦૪/૦૪/૨૦૨૦ થી તા.૦૬/૦૪/૨૦૨૦ સુધીમાં” ફુડ બાસ્કેટ” કીટ વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિતરણ સમયે લાભાર્થીઓના હાથની સફાઇ માટે સેનીટાઇઝર/હેન્ડ વોશ/સાબુની વ્યવસ્થા જે તે વાજબી ભાવના દુકાનદારો ઘ્વારા કરવામાં આવે, અને લાભાર્થીઓ તેનું પાલન કરે તે બાબતની ખાતરી ગ્રામ્ય કક્ષાની ટીમ દ્વારા કરવાની બાબતો પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે લોકો રેશનકાર્ડ ઘરાવતાં નથી, અને અત્યંત ગરીબ, નિરાઘાર, ઘર અને કુટુંબ વિહોણા છે તેવા વ્યક્તિઓ કે જેઓને અન્નબ્રહ્મ યોજના અંતર્ગત, સરકારશ્રીની સુચના મુજબ નિયત કરાયેલા અનાજનો જથ્થો મળે તે બાબતની કાળજી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.

અન્નબ્રહ્મ યોજના હેઠળ અપાતા “ફુડ બાસ્કેટ” માં (૧) ૧૦ કિલો ઘઉં, (૨) ૧.૫ કિલો ચોખા, (૩) ૧ કિલો ખાંડ , (૪) ૧ કિલો ચણાદાળ, અને (૫) ૧ કિલો મીઠું આપવામાં આવનાર છે.

આ ઉપરાંત Home Quarantine માં રાખવામાં આવેલા છે, તેવા લાભાર્થીઓને FPS દુકાનદાર દ્વારા Home Delivery, એટલે કે લાભાથીના ઘરે જઇ અનાજનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧લી એપ્રિલે યોજના અમલીકરણના પ્રથમ દિવસે તાપી જિલ્લામાં આવેલ NFSA હેઠળના રેશનકાર્ડ પૈકી અંદાજે ૩૦ % કાર્ડધારકોને અનાજનું વિતરણ કરાયું છે.
જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે તમામ પગલાંઓ લેવા ઉપરાંત, સંબંધિત તાલુકા મામલતદારો દ્વારા ફ્લાઇંગ સ્કવોર્ડ બનાવી કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું, અને જ્યાં જરૂર જણાશે ત્યાં રાજ્ય કક્ષાએથી મળેલી સૂચના મુજબ રાત્રીના ૧૦ વાગ્યા સુધી વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે તેમ પણ વધુમાં જણાવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *