ભારત સરકાર તરફથી તાપીના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ. બી. પરમારને રાષ્ટ્રીય સન્માન કરાયું
(અલ્કેશ ચૌધરી દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી શૈલેષભાઈ બી. પરમાર જેઓ દ્વારા તાપી જિલ્લાના આદિવાસી બાળકો માટે સવિશેષ અને વિશિષ્ટ કામગીરી કરવામાં આવેલી છે. જેમ કે અનાથ બાળકો એસ. બી. પરમાર દ્વારા તાપીના માતા-પિતાથી વંચિત રહેલા બાળકો માટે રાજ્ય સરકારની સહાય તેમજ અન્ય દાતાઓ દ્વારા અનાથ બાળકોને સહાય આપવામાં આવી. તેમજ શ્રી પરમાર દ્વારા તાપી જિલ્લામાં વર્ષોથી તિથિ ભોજનની કામગીરી કરવામાં આવેલી છે જેની નોંધ ગુજરાત તેમજ ભારત સરકારે પણ લીધેલી છે. ભોજન ના લીધે બાળકોને તંદુરસ્તી તેમજ શિક્ષણ કાર્યમાં સુધારો જોવા મળેલ છે. વધુ વિશેષ તાપી જિલ્લાના બાળકો માટે એકલવ્ય તેમજ નવોદય ની પરીક્ષા માટે શ્રી પરમાર વધુમાં વધુ બાળકોને ફોર્મ ભરાવી સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ કરાવી ગુજરાત રાજ્યમાં એકલવ્ય પરીક્ષામાં તાપી જિલ્લાને બીજો નંબર પ્રાપ્ત કરાવેલો. એમની અનાથ બાળકોની કામગીરી તિથિ ભોજનની કામગીરી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની કામગીરીને ભારત સરકારના રાષ્ટ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રદાન દ્વારા ધ્યાને લઈને સન્માન પત્ર આપ્યું જેનો તાપીવાસીઓને ગર્વ છે.