ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

યુનેસ્કો દ્વારા ૨૦૨૩ના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે ગુજરાતના ગરબાની થઈ પસંદગી

યુનેસ્કો દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર કરાતા કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૭ યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે તાપી જિલ્લાના ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ,વ્યારા ખાતે યોજાયેલા ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો વિપિન ગર્ગ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ ઉપસ્થિત રહી યુનેસ્કો દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર કરાતો રેકોર્ડેડ વિડીયો સહિત જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ગરબો એ ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમો, સમુહમાં ગવાતો ગરબો એ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે.ગરબો દરેકના મનમાં એક ઉર્જાનું કામ કરે છે. નાના બાળકો થી લઇ વૃદ્ધોને પણ થનગનાટ કરવી મુકતો આ અણમોલ વિરાસત ગરબાની વિશ્વસ્તરે નોંધ લેવાઈ રહી છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.

નોધનિય છે કે, યુનેસ્કો (UNESCO) ની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮માં સત્રમાં ગુજરાતના ગરબાને ભારતમાંથી ‘અમૃર્ત સાંસ્કૃતિક વારસો’ (ICH) તરીકે અંકિત થઇ છે. જે આ યાદીમાં સામેલ થનાર ભારતનું ૧૫મું (ICH) બન્યું છે. બૉત્સ્વાના ખાતે યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકેની જાહેરાતનું રાજ્યભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું.

યુનેસ્કો દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર થવું કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ બની છે, ત્યારે ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતાની પ્રતીતિ કરાવે છે. જાતિ- ધર્મ, ભાષા – બોલીના ભેદથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં અને પ્રજાજીવનને ધબકતું રાખવામાં, જીવંત રાખવામાં ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પ્રંસગે વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી,સ્ટેંડિગ કમિટીના સભ્યશ્રીઓ,જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત,રમત વિકાસ અધિકારી.ચેતન પટેલ, જુદી-જુદી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તાપી જિલ્લાની વિવિધ શાળા,કોલેજની વિદ્યાર્થીનિઓએ અહીં ગરબા રમીને ગૌરવની ક્ષણની ઉજવણી કરી હતી.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other