“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ડોલવણ તાલુકાના આમણીયા ગામના પી.એમ.કિસાન સન્માન નિધિના લાભાર્થીએ પોતાની સફળતાની વાત જણાવી
‘મેરી કહાની, મેરી ઝુબાની’-ડોલવણ તાલુકો
‘મેરી કહાની, મેરી ઝુબાની’ માં લાભાર્થી સુનિલભાઇ કોંકણીએ જણાવ્યું કે દર વર્ષે 6 હજારની સહાય આપી સરકારે અમારી ખેતીનો આર્થિક બોજ હળવો કર્યો છે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણીયા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આવી પહોંચતા સરકારની યોજનાઓથી લાભાન્વિત થયેલ લાભાર્થીઓ પૈકી એક સુનિલભાઇ કોંકણીએ”મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ સરકારશ્રીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે ખેતી ખર્ચ માટે દર વર્ષે 6 હજારની સહાય આપી સરકારે અમારી ખેતીનો આર્થિક બોજ હળવો કર્યો છે.
પી.એમ. કિસાન સન્માન નિધિના લાભાર્થી સુનિલભાઇ કોંકણીએ જણાવ્યું હતું કે પહેલા અમને ખેતી ખર્ચ માટે ઘણી તકલીફો પડતી હતી પરંતુ જ્યારે અમને તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના વીશે જાણકારી મળી,અમે યોજનાનો લાભ લેવા માટે અરજી કરી અને અમારી અરજી મંજુર કરવામાં આવી. હવે સરકાર તરફથી અમને વાર્ષિક ૬ હજાર રૂપિયા સીધા બેન્ક એકાઉન્ટમાં મળી જાય છે. આ આર્થીક સહાય મળતા અમને ખેતીમાં બિયારણ, દવાઓ અને,ખાતર અને પાણીના,સાધન સામગ્રીના ખર્ચમાં લાભ થયો છે. જેનાથી અમારો પરિવાર ખુશ છે. અમારી ખેતીનો આર્થિક બોજ હળવો કરવા બદલ સરકારનો આભારી છું.
000000