સરકાર તમારા આંગણે લાભ આપવા પહોંચી છે ત્યારે ગામના આગેવાનો લોકોને જાગૃત કરી સરકારશ્રીની યોજનાનો લાભ અપાવવા અનુરોધ કરતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત
તાપી જિલ્લાના છેવાડે પહોચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
–
નિઝર તાલુકાના વેલ્દા ખાતે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા.
–
મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળી રહ્યો છે બહોળો જન પ્રતિસાદ
–
પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કીટ ચેક તેમજ સાધન સહાય અર્પણ કરવામાં આવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.0૬: સમગ્ર દેશમાં આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના ગામો સુધી પહોચી સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓથી સૌને અવગત કરી રહી છે. મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો છે. જે નિઝર તાલુકાના વેલ્દા ખાતે યોજાયેલ કાર્યક્રમના આધારે કહી શકાય છે.
આજ રોજ તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ખાતે ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઇ ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા હતા.
“સરકાર તમારા આંગણે લાભ આપવા પહોંચી છે ત્યારે આપણે તમામ યોજનાનો લાભ લઇએ અને અન્યને પણ જાગૃત કરીએ.” એમ ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે નિઝર તાલુકાના વેલ્દા ગામ ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે,” તાપી જિલ્લામાં વહિવટી તંત્ર ખુબ સારી કામગીરી કરી રહ્યું છે પરંતું પ્રજાના આગેવાનોની પણ આ જવાબદારી છે કે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકારશ્રીના લાભો અપાવીએ. ગ્રામજનોને આ બાબતે જાગૃત કરીએ. તેમણે આપણા ઘર આંગણે વિકસિત ભારતનો રથ આવ્યો છે તો આજે જ વિવિધ યોજનાની જાણકારી મેળવી યોગ્ય ફોર્મ ભરાવવા આગેવાનોને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરી વિકસિત ભારતના સંકલ્પ લીધા હતા. સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ ૨૨ યોજનાઓના પાત્રતા ધરાવતા વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભો,ચેક,સહાય અર્પણ કરાયા હતા. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થયા હતા.
‘સંઘમિત્રા’ સખી મંડળની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ થીમ અંતર્ગત નુક્ક્ડ નાટક રજુ કર્યું હતું જેની સરાહના કરી ધારાસભ્યશ્રીએ બહેનો અને બાળકોને રોકડ પુરસ્કાર અર્પણ કર્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વડાપ્રધાનશ્રીનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. યોજનાઓના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વ્યક્ત કરી પ્રતિભાવો સૌની સમક્ષ રજુ કર્યા હતા.
આ પ્રસંગે નિઝર મામલતદારશ્રી, ટીડીઓશ્રી, ગ્રામ અગ્રણીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, શિક્ષકગણ, બાળકો તેમજ ગ્રામજનો સર્વે ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
000000