આગામી ૯ ડિસેમ્બર થી ૧૪ ડિસેમ્બર દરમિયાન તાપી જિલ્લામાં તાલુકાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ ની સ્પર્ધાઓ યોજાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૬ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વયજુથના કલા પ્રેમીઓઅને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર તેમજ કમિશ્નરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવેલ છે.

સ્પર્ધાના સામાન્ય નિયમો,તાલુકા તેમજ જિલ્લાકક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ,સ્પર્ધા સ્થળ,સ્પર્ધા તારીખ તેમજ સબંધિત કન્વીનરશ્રીનું નામ,મોબાઇલ નંબર સહિતની માહિતી આ સાથે સામેલ છે જે અન્વયે કલા મહાકુંભ-૨૦૨૩-૨૪ માં દરેક ઇવેન્ટમાં વધુમાં વધુ કલાકારો/સ્પર્ધકો/ગૃપો ભાગ લે અને એક તંદુરસ્ત સ્પર્ધાઓનું આયોજન થાય તેવો બહોળો પ્રચાર કરી વધુ કલાકારો/સ્પર્ધકો/ગૃપો ભાગ લે તેવું આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કલા મહાકુંભ-૨૦૨૩-૨૪ અંતર્ગત તાલુકાકક્ષાની સ્પર્ધાના સ્થળ તેમજ સબંધિત કન્વીનરશ્રીઓની વિગત:- ઉચ્છલ સરોજબેન ચૌધરી મો.૯૫૮૬૮૪૭૯૨૮ મોડેલ સ્કુલ વડપાડાનેસુ ,ઉચ્છલ ૦૯/૧૨/૨૦૨૩, વાલોડ સચિન ભાટીયા મો.૯૨૨૮૩૧૧૫૦૧ માનવ મંદિર ઉ.બુ. વિદ્યાલય, વિરપોર, ૧૧/૧૨/૨૦૨૩,ડોલવણ રાજેશભાઈ ચૌધરી મો.૯૮૨૫૯૯૦૦૧૧ વિવિધલક્ષી હાઈસ્કુલ ડોલવણ, ૧૧/૧૨/૨૦૨૩,સોનગઢ આશિષભાઇ ગામીત, મો.૯૮૯૮૮૨૭૩૪૯, સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢ ૧૩/૧૨/૨૦૨૩,વ્યારા તાલુકામાં સંગીતાબેન ચૌધરી મો.૯૨૬૫૨૪૮૨૭૮ શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલય, વ્યારા ૧૨/૧૨/૨૦૨૩,નિઝર તાલુકામાં ગુલસિંગભાઈ ચૌધરી મો.૯૫૮૬૩૯૩૦૩૫ મોડેલ સ્કુલ નિઝર,૧૪/૧૨/૨૦૨૩,કુકરમુંડા તાલુકામાં રવિન્દ્રભાઇ ભોઇ મો.૮૮૪૯૩૩૪૦૪૨ પ્રાથમિક શાળા, કુકરમુંડા, ૧૪/૧૨/૨૦૨૩, ને કન્વીનર તરીકે પસંદગી કરવામાં આવી છે.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other