શેરે કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ફિશરીઝ નિષ્ણાત તરીકે ડો. સ્મિત લેન્ડેને આમંત્રણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્રના વડા ડો. સ્મિત લેન્ડેને શેરે કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ફિશરીઝ નિષ્ણાત તરીકે આમંત્રણ આપ્યું. કોલેજ ઓફ ફિશરીઝ કાશ્મીરમાં માછલીઓના ખોરાક ઉપર વ્યાવસાયિક ઉત્પાદન વિષય ઉપર સાત દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ઉદ્દ્ઘાટન પ્રસંગે શેરે કાશ્મીરી યુનીવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. એચ. આર. નાઇક કોલેજના પ્રિન્સિપાલ ડો. એફ એ. ભટ્ટ તેમજ કાર્યક્રમના કોઓર્ડિનેટર શ્રીમતી સબા અને ડો. સ્મિત આર. લેન્ડે હાજર રહેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન ડો. લેન્ડે દ્વારા માછલીઓના ખોરાક બનાવવાની પધ્ધતિઓ અને એમાં ઉધ્યોગ સાહસિકતા બાબતે માર્ગદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીરના પચાસ જેટલા મત્સ્યપાલકો ઉપસ્થિત રહેલ હતા.