મેરી કહાની મેરી ઝૂબાની ધ્વારા મિશન મંગલમ તાપી અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા પ્રગતિ સખી મંડળના મનીષાબેન ગામીત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૪ ‘મેરી કહાની,મેરી ઝૂબાની’ ધ્વારા સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોટ ગામના વતની મનીષાબેન ગામીત મિશન મંગલમ તાપી અને સરકારશ્રીનો આભાર વ્યકત કરતા જણાવે છે જણાવે છે કે સરકારશ્રીની મિશન મંગલમ યોજના થકી અમે પ્રગતિ સખીમંડળની બહેનો પગભર બન્યા છીએ.
૨૦૧૯માં અમે પ્રગતિ સખી મંડળની રચના કરી હતી, જેમાં 15 જેટલી બહેનો જોડાઈ હતી. હું આ સખી મંડળની પ્રમુખ છું.દરમાસે અમે બસો બસો રૂપિયાની બચત કરીએ છીએ. પ્રગતિ સખી મંડળ માંથી અમને ત્રીસ હજારની ધિરાણ પણ મળી છે.
અમારા ચીખલી ભેંસરોટ ગામમાં સરકારશ્રીના માધ્યમથી ૨૦ થી ૨૫ જેટલા એસ.એ.જી બનાવેલ છે,જેમાં અમે ૧૦ એસ.એ. જી પંસદ કરી એક સહિયારું શક્તિ સખી સંઘ તરીકે ગ્રુપ બનાવ્યું છે.જેમાં અમને સીએફની રકમ મળી જેના થકી અમે પાપડ બનાવવાનો ઉદ્યોગ સરુ કર્યો સાથે સાથે અમે કેન્ટીન પણ ચલાવીએ છે. જેમાંથી અમે બધી બહેનો સારી એવી આવક મેળવી રહ્યાં છીએ સરકારે અમને આર્થિક રીતે મદદ કરી છે તે બદલ પ્રગતિ સખીમંડળની બહેનો વતી હું મિશન મંગલમ તાપી- અને સરકારશ્રીનો ખુબ ખુબ આભાર માનું છું.
00000