દવાની આડમાં નશાયુકત પીણાનાં કાળા કારોબારની માહિતી મળે તો તાપી પોલીસને જાણ કરશો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક-તાપીએ આપેલ સુચના આધારે તાપી જીલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, તાપી જીલ્લામાં આવેલ મેડીકલ સ્ટોર, આયુર્વેદીક ઓષધી કેન્દ્રો, કરીયાણાની દુકાનોમાં તેમજ અન્ય જગ્યાએ સેલ્ફ જનરેટેડ મિથાઇલ આલ્કોહોલ યુકત આયુર્વેદીક દવાની આડા નશાયુકત પીણું મળે તો તેનો ઉપયોગ કરવો નહીં અને અન્ય વ્યકિતને પણ ઉપયોગ કરતા અટકાવવું. ફોટોમાં બતાવેલ નશાયુકત પીણાઓ બનાવવા, વેચાણ, ખરીદી, કે સંગ્રહ કરતાં જાણવા મળે તો તાત્કાલિક નજીકનાં પોલીસ સ્ટેશન/ LCB/ SOG અથવા તાપી પોલીસ કંટ્રોલ રૂમનાં ટેલીફોન નંબર ૧૦૦ અથવા ૦૨૬૨૬ ૨૨૧૫૦૦ ઉપર જાણ કરવા વિનંતી કરાઈ છે.