બુટલેગરો પોલીસને જોઈ અલ્ટો ગાડી છોડીને નાસી ગયા : કુલ કિ.રૂ. 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી એલ.સી.બી. : ત્રણ વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, ) : આજરોજ શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, જે.બી. આહિર, એલ.સી.બી. તાપી સાથે ASI ગણપતસિંહ રૂપસિંહ તથા તથા PC વિનોદ પ્રતાપભાઇ એલ.સી.બી. તાપી વગેરે નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન PC વિનોદ પ્રતાપભાઇને ખાનગી રાહે બાતમી હકિકત્ત મળેલ કે, અલ્ટો ફોર વ્હિલ ગાડી નંબર- GJ-15-PP-2509 માં ચોર ખાના બનાવી ઇંગ્લીશ દારૂ તેમાં લાવી ઇંગ્લીશ દારૂની કાર્ટીંગ કરનાર છે “જે બાતમી આધારે મૌજે બેડારાયપુરા ગામ ખાતે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પોલીસ સ્ટાફના માણસોને આરોપીઓ જોઇ જતાં અંધારાનો લાભ લઇ નાશી છૂટ્યા હતા. કારની તપાસ કરતા કારના પાછળ ભાગે તથા દરવાજામાં ચોર ખાના બનાવેલ હતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂની છુટી નાની મોટી બાટલીઓનો જથ્થો ભરેલ હતો. નાશી જનાર આરોપી (૧) રાકેશભાઇ અમૃતભાઇ પટેલ રહે બેડારાયપુરા ગામ આશ્રમ ફળીયા તા.ડોલવણ જી. તાપી તથા બીજા બે અજાણ્યા ઇસમોએ પોતાના કબ્જાની અલ્ટો ફોર વ્હીલ ગાડી નંબર- GJ-15-PP-2509 આશરે કિં.રૂ. ૮૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂની કંપની સીલબંધ નાની મોટી કુલ બોટલો કુલ- ૪૨૫, કુલ કિંમત રૂ.૩૩,૫૫૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧,૧૩,૫૫૦/- નો મુદ્દામાલ પકડી પાડી નાશી ગયેલ આરોપી- રાકેશભાઇ અમૃતભાઇ પટેલ તથા બીજા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો દાખલ કરાયો છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી.તાપી તથા ASI ગણપતસિંહ રૂપસિંહ બારીયા, HC ધર્મેશભાઇ મગનભાઇ તથા PC વિનોદ પ્રતાપભાઇ, PC અરૂણભાઇ જાલમસીંગ, PC. રોનક સ્ટીવનસનએ કામગીરી કરેલ છે.