વર્ષ- ૨૦૨૩ના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગજનો પારિતોષિકો મેળવવા આગામી તા.૩૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨ દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-૨૦૨૩ નાં રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે જુદી જુદી કેટેગરીમાં રોજગાર વિભાગ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોંકરી પર રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને આત્મનિર્ભર કરવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ આ અરજી કરી શકશે.
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર કચેરી,તાપી ખાતેથી તા.૩૦/૧૨/૨૦૨3 સુધી મેળવવાનું રહેશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ કરવાના રહશે.નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાના રહશે.
ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિ બે નકલમાં જિલ્લા રોજગાર કચેરી-તાપી મોડામાં મોડી તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી રહે તે રીતે મોકલી આપવાની રહશે. અધૂરી વિગતવાળી/ નિયત મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી.
વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બ્લોક નં-૪, ત્રીજો માળ , જિલ્લા સેવા સદન,વ્યારા,તાપી નો સંપર્ક કરવાનો રહશે ,એમ જિલ્લા રોજગાર વિનિમય કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000