સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત વ્યારાના નવા બસ ડેપો ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનમાં સહભાગી થયા
શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા, સ્વચ્છતા અભિયાન –તાપી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨ સ્વચ્છતા હી સેવા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આગામી ૮ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ તાલુકા દીઠ આયોજન કરીને મહત્તમ લોકોને સ્વચ્છતાના ભગીરથ કાર્યમાં જોડવા કામગીરી કરાઇ રહી છે. ત્યારે આજરોજ ગુજરાત એસટી વિભાગ વ્યારા ડેપોના આયોજનથી વ્યારા નવા બસ સ્ટેન્ડ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનમાં સહભાગી થયા હતા. તેમણે અહીં એસ.ટી. ડેપો ફરતે અને બસોની સાફસફાઈ કામગીરીમાં શ્રમદાન કર્યું હતું.
બસ સ્ટેશન ખાતે તમામ પ્લેટફોર્મ તેમજ સમગ્ર બસ સ્ટેશન સર્ક્યુલેશન એરિયા ની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ સાથે જાહેર જનતાને પણ બસ સ્ટેશન ખાતે અને બસોમાં પણ સ્વચ્છતા રાખવા જાગૃત કરવામાં આવ્યા હતા. જાહેર પરિવહનની બસોમાં કચરો, ગંદકી ન ફેલાય જેથી દરેક બસમાં ડસ્ટબિન મૂકવામાં આવી છે. વિદ્યાર્થીનીઓ, દિવ્યાંગો, મહિલાઓ, અને સિનિયર સિટીઝન લોકો માટેની વિવિધ યોજનાઓ અંગેના પેમ્પલેટ બારડોલી લોકસભાના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી રીતેશભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખશ્રી નીલમબેન શાહ, જીલ્લા મહામંત્રી રાકેશભાઈ શાહ, દિપાલીબેન પાટીલ, જિલ્લા મહિલા મોરચા નીલાબેન પંડ્યા, વ્યારા નગર સંગઠન પ્રમુખશ્રી રાજુભાઈ રાણા, મહામંત્રીશ્રી ઘનશ્યામભાઈ સોની, નિમેષભાઈ સરભણીયા મહિલા મોરચાના પ્રમુખશ્રી મનિષાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ શ્રી દિલીપભાઈ જાદવ બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી મુનાલભાઈ જોશી, આરોગ્ય વિભાગના ચેરમેન શ્રી પરેશભાઈ શાહ, નગરપાલિકા ના સભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રી કેયુરભાઈ શાહ, યુવાપ્રમુખશ્રી અક્ષયભાઈ પંચાલ, એસ. ટી. વિભાગ ના અધિકારી -કર્મચારીઓ જોડાયા હતા.
00000