દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી ચિંતા કરે છે ત્યારે જનભાગીદારી સાથે છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજના પહોંચાડીએ : ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીત
વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ૨૦૨૩
સાયલા ગૃપ ગ્રામપંચાયત નિઝરના રૂમકીતલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રાનું આગમન
સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવી ગ્રામજનો બન્યા ખુશહાલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૨- તાપી જિલ્લાના નિઝર તાલુકાની સાયલા ગૃપ ગ્રામ પંચાયતના રૂમકીતલાવ ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ૨૦૨૩ આવી પહોંચી હતી.નિઝર તાલુકામાં રથ આવી પહોંચતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત,પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ, સહિત ગ્રામજનોએ યોજનાકીય માહિતી સાથે આવેલા રથને ઉમળકાભેર વધાવ્યો હતો.
ઐતિહાસિક રૂમકી ઝુમકી માતાજીના ગામ રૂમકીતલાવમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વધાવતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે ઝારખંડ જેવા આદિવાસી વિસ્તારમાંથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. મહત્તમ આદિવાસી વિસ્તામાં સરકારની ૧૭ જેટલી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્ર સાથે વડાપ્રધાનશ્રી આપણી ચિંતા કરે છે.ત્યારે જનભાગીદારી સાથે છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજના પહોંચાડીએ. જીલ્લાનું વહીવટી તંત્ર લોકોના આંગણે આવ્યું છે. કૃષિ,આરોગ્ય,આવાસ જેવી અનેક યોજનાઓનો લાભ જેને નથી મળ્યો તેને લાભ પહોંચાડીશું.
પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અકલ્પનીય કહી જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ કઈ રીતે લોકો સુધી પહોંચાડી શકાય તેનો રસ્તો ગુજરાતનું ગૌરવ એવા પ્રધાનમંત્રીશ્રીએ બતાવ્યો છે. મોદી સરકારની ગેરન્ટી સાથેની યાત્રા ફળદાયી બની છે. વિકાસની વણથંભી યાત્રામાં રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. આયુષમાન ભારત યોજના વિશ્વમા; સૌથી મોટી યોજના છે.જેનાથી ગંભીર રોગો સામે રક્ષણનું કવચ નમોએ પુરૂ પાડ્યું છે.લોકોના કાચા મકાનની જગ્યાએ ૨૦૨૪ સુધીમાં તમામ લોકોને આવાસ યોજનાનો લાભ મળી જશે.અન્ન યોજના પણ લંબાવવામાં આવી છે.રૂમકીતલાવ પ્રાથમિક શાળાની બાલિકાઓએ પ્રાર્થના,સ્વાગત ગીત રજુ કર્યા હતા. માધ્યમિક શાળાના બાળકોએ કૃષિને લગતુ નાટક રજુ કર્યું હતું. જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો અર્પણ કરાયા હતા. સૌ ગ્રામજનો સહિત મહાનુભાવોએ યોજનાકીય પ્રસારણ નિહાળ્યું હતું. ધારાસભ્યશ્રી ગામીત સહિત મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલે સ્વાગત પ્રવચન કરી તમામ લોકોને આવકારી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું.તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.ડી.પટેલે આભારવિધિ સંપન્ન કરી હતી.આ પ્રસંગે સરપંચશ્રી દાસુભાઈ વસાવા,રમેશભાઈ પટેલ પદાધિકારીશ્રીઓ પ્રેમીલાબેન, દમયંતીબેન, અરૂણાબેન,છોટુભાઈ નાઈક,મામલતદારશ્રી જી.આર.વસાવા,દહેજ પ્રતિબંધક અધિકારી ડો.મનીષાબેન મુલતાની, તાલુકા હેલ્થ ઓફિસર ડામોર,શાળાના શિક્ષકો,વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ/ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.૦૦૦૦૦૦૦૦૦૦૦