તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત શ્રીમતી તરૂલતાબેન ચૌધરીએ રજુ કર્યા પોતાના પ્રતિભાવો
‘મેરી કહાની મેરી ઝુબાની’: વ્યારા તાલુકો
–
પ્રધાનમંત્રી ઉજજવલા યોજના થકી મારા જેવી અનેક બહેનોને લાભ થયો છે. અમારો સમય અને શક્તિની બચત થાય છે : તરૂલતાબેન ચૌધરી, લાભાર્થી રૂપવાડા, વ્યારા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૦૨: કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે મેરી કહાની મેરી ઝુબાની કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ પ્રસંગે ગામના બીપીએલ તથા અંત્યોદય લાભાર્થીઓ પરંપરાગત ઈધણની જગ્યાએ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત વિનામુલ્યે ગેસ કનેકશન મેળવી પ્રદુષણ રહીત એલ.પી.જી.ગેસનો ઉપયોગ કરતાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થી શ્રીમતી તરૂલતાબેન ચૌધરીએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થી તરૂલતાબેને જણાવ્યું હતું કે, અમારે ગેસ કનેકશન ન હતુ તેથી સમય વેડફાતો હતો તેના કારણે મારો સમય લાકડા વણવામાં વ્યય થતો હતો. લાકડાના ધુમાડાના કારણે સમગ્ર પરિવારના આરોગ્યને પણ નુકસાન થતુ હતુ. પરંતું હવે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત મને લાભ મળવાથી સમય સદુપયોગ કરીને મારા સમય અને શક્તિનો બચાવ થાઇ રહ્યો છે. અને મારી સાથે સમગ્ર પરિવારના આરોગ્ય પણ સ્વસ્થ રહે છે. તેમણે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના થકી મારા જેવી અનેક બહેનોને લાભ થયો છે તેથી સરકાર અને તાપી જિલ્લા વહીવટીતંત્રનો ભારપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦