“વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર તમારા આંગણે લાભ આપવા પહોંચી છે ત્યારે આપણે ભારત દેશના વિકાસ માટે સંકલ્પબધ્ધ થઇએ”- ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી
“વ્યારા તાલુકો: વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
–
વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા.
–
પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કીટ, તેમજ સાધન સહાય, પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.02: આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિ.એન.શાહ, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સાગર મોવલીયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા હતા.
“સરકાર તમારા આંગણે લાભ આપવા પહોંચી છે ત્યારે વિવિધ ૧૭ યોજનાઓનો લાભ લઈ ઉન્ન્ત બની વિકસીત ભારતમાં પોતાનું યોગદાન આપીએ. ” એમ તાપી જિલ્લાના ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી વ્યારા તાલુકા ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ વધુમાં જણાવ્યું હતુ કે,” ભારત સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. ભારત સરકાર દ્વારા છેવાડાનાં માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આપણે આ કાર્યક્રમા સહભાગી થઇ એકમેકના સથવારે વિકસિત ભારત બનાવવા આપણે સંકલ્પબધ્ધ થઇએ એમ અનુરોધ કર્યો હતો.
અંતે તેમણે ચુંટાયેલા પ્રતિનિધિઓને ખાસ અનુરોધ કર્યો હતો કે, નાગરિકોને યોજનાકિય લાભ અપાવવોએ ફક્ત સરકારી કર્મચારીની ફરજ નથી પરંતું ચુંટાયેલા પ્રતિનિધી તરીકે પોતાના વિસ્તારના નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજના અંગે જાગૃત કરવાની આપણી પણ નૈતિક જવાબદારી છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત’ 2047 સુધીમાં થાય તેવું વડાપ્રધાનશ્રીએ સ્વપ્ન જોયું છે. આપણે નસિબદાર છીએ કે આપણા દેશને એવા વડાપ્રધાન મળ્યા છે જે ફક્ત સ્વપ્ન નથી જોતા પણ તે સ્વપ્નને પુરૂ કરવા સક્રિય પ્રયાસો કરે છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ તંત્ર આવીને કામગીરી કરી રહ્યું છે. આજે વિવિધ કાર્યક્રમો થકી પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને સરકારના પ્રજાલક્ષી લાભો મળે તે સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે.
અંતે તેમણે સૌને વિનંતિ કરી હતી કે, જ્યા સુધી છેવાડાનો માનવીનો વિકાસ ન થાય ત્યા સુધી વિકસિત ભારતનું સ્વપ્ન શક્ય નથી.
આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરી વિકસિત ભારતના સંકલ્પ લીધા હતા. સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરકારની ૧૭ જેટલી યોજનાઓના પાત્રતા ધરાવતા વિવિધ લાભાર્થીઓને મહાનુભાવોએ લાભો અપાયા હતા. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને “ધરતી કહે પુકાર કે’ થીમ હેઠળ ગામની બહેનો દ્વારા નુક્કડ નાટક રજુ કરવામાં આવ્યું હતું.
થયા હતા. ઘાટા, કપુરા અને કસવાવ ગામને ઓડીએફ મોડલ ગામ જાહેર થવા બદલ સરપંચશ્રીઓને અભિનંદન પત્ર પણ આપવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વડાપ્રધાનશ્રીનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. યોજનાઓના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા દ્વારા પ્રતિભાવો સૌની સમક્ષ રજુ કર્યા હતા.
આ પ્રસંગે મામલતદારશ્રી હિમાંષુ સોલંકી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામ અગ્રણીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, રૂપવાડા ગામના શિક્ષકગણ, બાળકો તેમજ ગ્રામજનો સર્વે ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
000000