તાપી જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩”ને મળી રહ્યો છે વ્યાપક જન પ્રતિસાદ
તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ તા.૩૦ નવેમ્બરના પ્રથમ દિવસે એક જ દિવસમાં નોંધાઈ ૩૫૫૫ જેટલી જન ભાગીદારી:
–
પ્રથમ દિને 25 જેટલા ગામોમાં વિવિધ યોજના હેઠળ સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે ૧૦૦ ટકા સુધીની ઉપલબ્ધિ તાપી જિલ્લા તંત્રએ હાંસલ કરી
–
વિવિધ સ્તરે પ્રસંશનિય કામગીરી કરેલ ૪૩ જેટલા વિદ્યાર્થીઓ, મહિલાઓ, રમતવિરો કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
–
યાત્રા દરમિયાન જિલ્લાના ગામોમાં અનેકવિધ યોજનાઓ સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોચશે તેવું જિલ્લા તંત્રનું સુદ્રઢ આયોજન
–
ગામડાઓમાં “મોદીની ગેરંટી” સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું થઈ રહ્યું છે ઉષ્માભેર સ્વાગત*
–
તાપી જિલ્લામાં હાલ “મોદીની ગેરંટી” વાળી IEC વાન સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જોર શોરથી આગળ વધી રહી છે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.01: ભારત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ૧૫મી નવેમ્બર – જન જાતિય ગૌરવ દિવસના રોજથી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના સફળ માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જે અન્વ્યે ૩૦મી નવેમ્બર થી ડોલવણ, વાલોડ, અને સોનગઢ તાલુકાના વિવિધ ગામોમા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો ભવ્ય પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રથમ દિવસ વ્યાપક જન પ્રતિસાદ મળ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઇકાલ તા. ૩૦-૧૧-૨૦૨૩ના રોજ રાજ્યની ૧૪૩ ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તાપી જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતો ખાતે “મોદીની ગેરંટી” સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ સરકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચાડી સેચ્યુરેશન લેવલ પર લાવવા પર ભાર મૂક્યો હતો.
તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૩૦મી નવેમ્બરના દિવસે ડોલવણ, વાલોડ, અને સોનગઢ તાલુકાના વિવિધ ગામો સુધી પહોંચી અનેક લાભાર્થીઓ સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક જ દિવસે ૩૫૫૫ જેટલી જન ભાગીદારી નોંધાઈ છે અને તમામ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે.
વધુમાં, હેલ્થ કેમ્પમાં ૧૨૧૩ લોકોએ આરોગ્યની ચકાસણી, ૬૧૩ લોકોએ TBની ચકાસણી અને ૩૬૩ લોકોએ સિકલસેલની પણ ચકાસણી કરાવી છે. સ્થળ ઉપર જ ૨૩૩ નાગરિકોને આયુષ્માન ભારત કાર્ડ ઓનલાઇન બનાવી આપવાની સાથે ૭૬ લોકોને આયુષ્માન ભારત કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૩૧ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને ‘માય ભારત’ અંતર્ગત ૨૮૧ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આટલું જ નહીં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ૪૪ સોઇલ હેલ્થ કાર્ડ ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિવિધ સ્તરે પ્રસંશનિય કામગીરી કરેલ ૪૩ જેટલા વિદ્યાર્થીઓ, મહિલાઓ, રમતવિરો કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘મેરી કહાની મેરી ઝુબાની” અંતર્ગત ૩૫ લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા નાગરિકો સમક્ષ રજુ કરી હતી. સખી મંડળ અને બાળકો દ્વારા ૨ ગામોમાં ‘ધરતી કહે પુકાર કે’ થીમ હેઠળ નુક્કાડ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
–
તાપી જિલ્લા તંત્રએ વિવિધ યોજના હેઠળ સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે ૧૦૦ ટકા સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી
આ યાત્રા દરમિયાન કેટલાક ગામોમાં વિવિધ યોજના હેઠળ ૧૦૦ ટકા એટલે કે, સેચ્યુરેશન પોઇન્ટ સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી છે. યાત્રા દરમિયાન ૦૩ ગામોમાં આયુષ્યમાન ભારત યોજના, ૦૫ ગામોમાં જલ-જીવન મિશન યોજના, ૦૪ ગામોમાં પીએમ કિશાન યોજના, ૦૩ ગામોમાં જનધનયોજના, ૦૫ ગામોમાં લેન્ડ રેકર્ડ ડીજીટાઇઝેશન અને ૦૫ ગામોએ O.D.F+ ની સીધ્ધી પ્રાપ્ત કરી છે. મળી કુલ- 25 ગામોમાં વિવિધ યોજના હેઠળ સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે ૧૦૦ ટકા સુધીની ઉપલબ્ધિ તાપી જિલ્લા તંત્રએ હાંસલ કરી હતી.
સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. ત્યારે તાપી જિલ્લામાં હાલ “મોદીની ગેરંટી” વાળી IEC વાન સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જોર શોરથી આગળ વધી રહી છે.
૦૦૦૦