તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઇ ખાતે વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

વાલોડ તાલુકો-વિકસિત ભારત સંકલ્પ યાત્રા

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્યકક્ષાએ ભ્રમણ કરી જનકલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા

ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો

આપણા શરીરને નિરોગી રાખવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. – જિ.પં.સભ્યશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.01: તાપી જિલ્લામાં આગામી તા.23-01-2024 સુધી દરરોજ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ વાલોડ તાલુકાના કલમકુઇ ગામ ખાતે જિ.પં.સભ્યશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.પટેલની ઉપસ્થિતીમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિ.પં.સભ્યશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આ યાત્રાના માધ્યમથી દરેક પ્રકારની યોજનાઓ અંગેની જાણકારી ગામના દરેક વ્યક્તિને મળી રહે તેનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આજે આપણા ઘર આંગણે સરકારી તંત્ર આવ્યું છે. ત્યારે આપણે આ યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઇએ.

તેમણે ખાસ પ્રાકૃતિક ખેતી અંગે લોકોનએ અવગત કરતા ઉમેર્યું હતું કે, રાસયણિક ખેતીથી આપણી જમીન અને આપણા આરોગ્યને ભારે નુકશાન થાય છે .આપણા શરીરને નિરોગી રાખવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે એમ જણાવી સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના ભાગરૂપે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કરી સરકાર પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો. તેમજ જલજીવન મિશન અંતર્ગત કલમકુઇ ગ્રામ પંચાયતને ‘હર ઘર જલ’ ગ્રામ જાહેર થવા બદલ ગામના સરપંચને અભિનંદન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા. આ ઉપરાંત કલમકુઇ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, પ્રાથના ગીત તથા નુક્કડ નાટક રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા. ઉપરાંત કલમકુઇ પ્રાથમિક શાળાના બાળકોએ ‘ઓન ધ સ્પોટ ક્વિઝ કોમ્પીટીશન’માં ભાગ લીધો હતો.

ભારત સરકારની વિવિધ યોજનાઓનાં અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. જે બાબતો ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા છેવાડાનાં માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા તાપી જિલ્લા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈ મોદીનું પ્રસંગને અનુરૂપ ઓડિયો-વીડિયો સંબોધન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other