તાપી જીલ્લાના ખેડુતો બાગાયતી પાકોની નિકાસ કરવા માંગતા હોય તેમને એગ્રિક્લ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસએક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફઈન્ડીયા (APEDA) ની વેબસાઇટ પર ઓનલાઇન (ONLINE) રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

Contact News Publisher

તાપી જિલ્લા ખેડુત જોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.01: તાપી જીલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભરબાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા હોય તો તેઓએ એગ્રિક્લ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસએક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફઈન્ડીયા (APEDA) ની વેબસાઇટ પર ઓનલાઇન (ONLINE) રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

આ માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન ફોર્મ, તાજેતરની ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધાર કાર્ડ નકલ, ખેતરનો કાચોનકશો અને ફાર્મ ડાયરી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, તાપી ખાતે સંપર્ક સાધવાનો રહેશે.

ખેડુતો બાગાયતી પાકોની નિકાસ કરવા માંગતા હોય તેમને ફાર્મ રજીસ્ટ્રેશન (APEDA) ની વેબસાઇટ પર કરાવીને પોતાના બાગાયતી પાકોનો ઉચ્ચતમ ભાવ મેળવી શકશે તેમજ ઉચ્ચ ગુણવવતા ધરાવતા પાકોનું ઉત્પાદન કરીને એક્સ્પોર્ટ કરવા શક્ષમ થશે .વધુ માહિતી માટે ખેડૂત તાલીમ કેન્દ્ર, જાપાનીઝ ફાર્મની સામે, પાનવાડી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, તાપી ફોન નં. ૦૨૬૨૬-૨૨૧૪૨૩ સંપર્ક કરવા નાયબ બાગાયત અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other