તાપી જિલ્લાના તમામ વિસ્તારોમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને વ્યાપક પ્રતિસાદ મળે તે જરૂરી છે.- ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત
સોનગઢ તાલુકો: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
–
સોનગઢ તાલુકાના પાંચપીપડા અને ઘાસીયમેઢા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ કાર્યક્રમ યોજાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.30: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાંચપીપડા અને ઘાસીયમેઢા ગામ ખાતે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત તથા નિઝર પ્રાંતશ્રી જયકુમાર રાવલ સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાંચપીપડા અને ઘાસીયમેઢા ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લોકોને ઘર આંગણે જ સરકારની વિવિધ જન સુખાકારીમાં વધારો કરતી યોજનાઓનો લાભ અને માહિતી મળી રહી છે. સરકારી યોજનાઓને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઈ જવા માટે એક પણ લાભાર્થી છૂટી ના જાય તે માટે યાત્રાના માધ્યમથી લાભ પહોંચાડવાના સાથે તાપી જિલ્લામાં જન આંદોલન ઉભુ કરવામાં આવી રહ્યું છે. જેને તાપી જિલ્લાના તમામ વિસ્તારોમાં વ્યાપક પ્રતિસાદ મળે તે જરૂરી છે.
આ કાર્યકમમાં ‘મેરી કહાની મેરી જુબાની ‘ થકી વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેળવેલ લાભો અંગેનુ વર્ણન કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા તાલુકાના વિવિધ અધિકારીઓ-પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦