તાપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રેરિત થતા અન્ય ખેડૂતમિત્રો
રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ તાપી જિલ્લો
—-
પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી સમયની માગ : તાજેતરના વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખૂબ વધ્યું
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૬ :- તાપી જિલ્લામાં પ્રત્યેક પ્રગતિશીલ ખેડૂતોને સરકારની તમામ ખેતીલક્ષી યોજનાઓ અંગે સમજ અને સહાય આપવાના ઉમદા આશય સાથે આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ માં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.
પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવને નિયંત્રિત કરવા માટે આજે પ્રાકૃતિક કૃષિ સમયની માગ બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે, ત્યારે કૃષિ મહોત્સવના બીજા અને અંતિમ દિવસે તાપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત લઈને અન્ય ખેડૂતો પણ પ્રેરિત થયા હતા.
પર્યાવરણના જતન માટે ગાય આધારિત ખેતી અનુકૂળ અભિગમ છે જે જમીનના સ્વાસ્થ્યને જાળવવા, પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા અને પશુ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. તાજેતરના વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખૂબ વધી રહ્યું છે ત્યારે જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ફાર્મની વિઝીટ લઈને રાસાયણિક ખેતીની નકારાત્મક અસરો અને પ્રાકૃતિક ખેતીના હકારા ત્મક ગુણો વિશે માહિતગાર થયા હતા.
ઉપરાંત, ખેડૂતોએ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રમ્હાસ્ત્રના ઉપયોગ અંગે પણ ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી, સંબંધિત વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતમિત્રોની ઉપસ્થિતિ નજરે પડી હતી.
000