તાપી જિલ્લામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

Contact News Publisher

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તમામ ૧૪, તાલુકાવાર યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં ૫૪ અને ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમમાં ૦૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૪: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ તાપી જિલ્લામાં કલેક્ટરશ્રી વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવા સદનના સભા ખંડ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના અરજદારો દ્વારા કુટુંબ પેન્શન, જમીન વળતર ચુકવવા, દબાણ દુર કરવા,ગટરલાઇન ચાલુ કરાવવા અંગે, સેવાસેતુનો સમરી રીપોર્ટ આપવા અંગે, ઉકાઇથી ઉપડથી બસો અંગે, મનરેગા યોજનાના વહિવટ અંગે, શૌચાલય મંજુર કરવા અંગે જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. આમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કુલ-૧૪ અરજીઓમાંથી તમામ ૧૩ અરજીઓનો ૧૪ હકારાત્મક નિકાલ તથા તાલુકા કક્ષાએ તાલુકા વાર યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં કુલ-૬૦ અરજીઓમાંથી ૫૪ અરજીઓનો તથા ગ્રામ્ય કક્ષાએ કુલ-૧૦ અરજીઓમાંથી કુલ- ૦૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જોઇએ તો,નિઝર તાલુકાના ૦૪ અરજીઓ, ઉચ્છલ તાલુકાના ૦૩ અરજીઓ, સોનગઢ તાલુકામાં ૦૨ અરજીઓ, વ્યારા તાલુકામાં ૦૩ અરજીઓ, વાલોડ તાલુકામાં ૦૧ અરજીઓ, કુકરમુંડા તાલુકામાં ૦૧ અરજીઓ અને ડોલવણ તાલુકામાં ૦૦ અરજીઓ મળી કુલ-૧૪ અરજીઓમાંથી તમામ ૧૪ અરજીઓનો હકારાત્મક નિકાલ તાપી જિલ્લા તંત્ર દ્વારા લાવવામાં આવ્યો છે.

તાલુકાવાર જોઇએ તો,નિઝર તાલુકામાં ૦૫ અરજીઓ, ઉચ્છલ તાલુકામાં ૦૬ અરજીઓ, સોનગઢ તાલુકામાં ૨૦ અરજીઓ, વ્યારા તાલુકામાં ૧૦ અરજીઓ, વાલોડ તાલુકામાં ૧૧ અરજીઓ, કુકરમુંડા તાલુકામાં ૦૨ અરજીઓ અને ડોલવણ તાલુકામાં ૦૬ અરજીઓ મળી કુલ-૬૦ અરજીઓમાંથી ૫૪ અરજીઓનો હકારાત્મક નિકાલ તાપી જિલ્લા તંત્ર દ્વારા લાવવામાં આવ્યો છે.

અને ગામવાર જોઇએ તો,નિઝર તાલુકામાં ૦૦ અરજીઓ, ઉચ્છલ તાલુકામાં ૦૨ અરજીઓ, સોનગઢ તાલુકામાં ૦૦ અરજીઓ, વ્યારા તાલુકામાં ૦૩ અરજીઓ, વાલોડ તાલુકામાં ૦૦ અરજીઓ, કુકરમુંડા તાલુકામાં ૦૦ અરજીઓ અને ડોલવણ તાલુકામાં ૦૫ અરજીઓ મળી કુલ-૧૦ અરજીઓમાંથી ૦૮ અરજીઓનો હકારાત્મક નિકાલ તાપી જિલ્લા તંત્ર દ્વારા લાવવામાં આવ્યો છે.

નોંધનિય છે કે, દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
-વૈશાલી પરમાર
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *