આવતીકાલે તાપી જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ યોજાશે
રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ – તાપી જિલ્લો
–
રવિ કૃષિ મહોત્સવમાં મહાનુભાવોના ઉદબોધનો, વક્તવ્યો, ખેતી નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન, ક્રુષિ ફિલ્મ પ્રસારણ, સ્ટૉલ પ્રદર્શન, એવોર્ડ વિતરણ અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાતો જેવા કાર્યક્રમો આકર્ષણનુ કેન્દ્ર બનશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩ તાપી જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં આજે તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ એમ બે દિવસ રવિ કૃષિ મહોત્સવ યોજાશે. રવિ કૃષિ મહોત્સવ-2023 હેઠળ વિવિધ કાર્યક્રમોમાં મહાનુભાવોના ઉદબોધનો, વક્તવ્યો, ખેતી નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન, ક્રુષિ ફિલ્મ પ્રસારણ, સ્ટૉલ પ્રદર્શન, એવોર્ડ વિતરણ અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાતો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લાના તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ઉચ્છલ તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને શ્રી જામલી વિભાગ,જંગલ કામદાર સ.મં.લિ. સાર્વજનિક હાઇસ્કુલની બાજુના મેદાન ખાતે યોજાશે.
તેમજ એપીએમસી માર્કેટ યાર્ડ દેવજીપુરા સોનગઢ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને, વ્યારા તાલુકાનો કાર્યક્રમ ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને, નિઝર તાલુકામાં ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામિતના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક શાળા લક્ષ્મી ખેડા ખાતે તેમજ ડોલવણ તાલુકામાં ગ્રામ પંચાયત ડોલવણના સામેના મેદાન ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતિ મધુબેનના અધ્યક્ષ સ્થાને, ગ્રામપંચાયત અંબાચની સામે આવેલ મેદાન ખાતે વાલોડ તાલુકાનો કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વર્ષાબેન રાઠોડના અધ્યક્ષ સ્થાને, અને કુકરમુંડા તાલુકાનો રવિ પાક મહોત્સવ શેઠ એસ. કે. કાપડિયા હાઇસ્કુલ કુકરમુંડા ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમરસિહ પાડવીના અધ્યક્ષ સ્થાને યોજાશે.
રવિ ક્રુષિ મહોત્સવ ૨૦૨૩ની ઊજવણી અંતર્ગત તાપી કિલ્લાના સાત તાલુકાઓમાં તા. ૨૪ કૃષિ સેમિનાર અને પ્રદર્શન સવારે ૯.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી અને ૨૫ નવેમ્બરના રોજ કાર્યક્રમોનો સમય સવારે૧૦.૩૦થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધીનો રહેશે. જેમાં પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, જિલ્લા વહિવટતંત્રના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે.
00000