તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લોટરવા ખાતે ૮માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ધન્વન્તરિ પૂજન અને નવ નિર્મિત આયુષ હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટરનો ઉદ્ઘાઘાટન સમારોહ યોજાયો
ધનતેરશના પાવન અવશરે લોટરવા સહિત આજુબાજુના ગામોને નવા આયુષ હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટરની ભેટ મળી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લોટરવા ખાતે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તાપી દ્વારા ૮માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ધન્વન્તરિ પૂજન અને નવ નિર્મિત આયુષ હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટર – લોટરવા નુ ઉદ્ઘાટન સમારોહ ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ સૌ લોટરવા અને આજુબાજુના ગ્રામજનો ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે તમારા ઘર આંગણે ધનતેરશ જેવા શુભપ્રસંગે નવનિર્મિત આયુષ હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટર-લોટરવાનુ ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે આ આયુષ હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટરની જાણવણી કરવીએ પણ આપણી સૌની નૈતિક ફરજ બની રહે છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહ જણાવ્યું હતું કે આજે ધન્વન્તરિ દિવસ અને ધન્વન્તરિદેવનો પ્રાંગટ્ય દિવસ છે આજના આ પાવન દિવસે આયોજન મંડળ માંથી ૨૦ લાખની માતબર રકમની સહાય દ્વારા તૈયાર કરવમા આવેલા આયુષ હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટર – લોટરવાને આજે ખુલ્લુ જાહેર કરવામા આવે છે.
વધુમાં ઉમેર્યુ હતુ કે ભારત સરકારના આયુષ મંત્રાલયે આયુર્વેદનો લોકો સુધી પ્રચાર-પ્રસાર થાય લોકો તેને સ્વીકારે તે પ્રમાણેનું આયોજન કર્યું છે. આજે આપણા પ્રાચિન વારસાને ઉજાગર કરીશું તો આપણે હમેંશા માટે તંદુરસ્ત રહીશું, અને સમાજની રચના કરવામાં ખુબ મોટો ફાળો રહશે.આજે ધનતેરસના દિવસે સૌને ધનની સાથે સાથે આરોગ્ય સંપતી પણ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જયશ્રીબેન ચૌધરી તથા આયુર્વેદ શાખાના અધિકારી કર્મચારીઓ, ડોકટર્સ સ્ટાફ,ગામના સરપંચશ્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000