’વોકલ ફોર લોકલ’ બનવાની અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ
જેમ એક દિવાથી બીજો દિવો પ્રજ્વલીત થાય તેવી જ રીતે આપણી ખરીદીના દિવા રૂપ કોઇના ઘરનો દિપો પ્રજ્વલીત કરીએ વોકલ ફોર લોકલ બનીએ.- જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬: સ્થાનિક કારીગરોના પરિશ્રમને અજવાળવા ‘લોકલ’ ઉત્પાદનો માટે વોકલ બનવાની ઝુંબેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડી છે ત્યારે તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ તાપી જિલ્લાની જાહેર જનતાને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરીએ સ્થાનિક ઉત્પાદનોને ‘ગ્લોબલ’ બનાવવા માટે નાના મોટા સ્થાનિક વેપારી, દુકાનદારો, લારી ફેરીયાઓ પાસેથી કે પછી આપણા દેશમાં જ સર્જન પામતી વસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ રાખવાની જાહેર અપીલ કરી હતી.
તેમણે ખાસ જણાવ્યું હતું કે, “નાનો વર્ગ જેની દિવાળી આપણી ખરીદી ઉપર નિર્ભર છે તેવા સ્થાનિક લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ. જેથી ભારતની દિવાળી ભારતમાં જ ઉજવાય અને ભારતિય સંસ્કૃતિ ઉજાગર થાય. અન્યને મદદરૂપ બનવાની ભાવનાથી આપણી ખરીદી કરીએ અને જેમ એક દિવાથી બીજો દિવો પ્રજ્વલીત થાય તેવી જ રીતે આપણી ખરીદીના દિવા રૂપ કોઇના ઘરનો દિપો પ્રજ્વલીત કરીએ વોકલ ફોર લોકલ બનીએ.”
-વૈશાલી પરમાર
૦૦૦૦૦